મહેક - ભાગ-૧૪

(61)
  • 3.2k
  • 5
  • 1.4k

મહેક ભાગ-૧૪8:Am.... કાજલ હવે જાગીજા આપણે જવાનું છે.. મહેક તૈયાર થઈ કાજલને જગાડતા બોલી.. થોડીવાર સુવાદેને યાર... અત્યારે ક્યાં જવાનું છે.? હોટલ રોયલ ગાર્ડન જવું છે.. શું કહ્યું ...! કાજલ બેડ પરથી કુદીને ઉભી થઈ મહેક સામે આશ્ચર્યથી જોતા બોલી.... તું ગાંડી થઇ ગઇ છો..? સામે ચાલીને તારે શું-લેવા મુસીબતને આમંત્રણ આપવું છે. અહી રહીને આપણે એની પર નજર રાખશું.. નહિં..! આ છુપવાનો સમય નથી, સામે જવાનો સમય છે. એ સામેથી આપણને નહી કહે કે અમે અહી મિટિંગ કરવાના છીએ, આવો અમને પકડો. એની સામે જઇને એને મજબુર કરવાના છે. ચાલ જલ્દી તૈયાર થા, આપણે હોટલ રોયલ ગાર્ડનમાં ચેકઇન કરવાનું છે. ઓ.કે.બાબા..! તારી દોસ્તી મને ભારી