શ્રુષ્ટિ સર્જન પરની પ્રશ્નોત્તરી (ભાગ ૨)

  • 2.6k
  • 2
  • 951

પ્રશ્ન: તો પછી ઈશ્વર શા માટે આ શ્રુષ્ટિ સર્જનનું ચક્ર બંધ કરી દઈ, બધી જ જીવાત્માઓને સીધો જ મોક્ષ નથી આપતો? આ પ્રશ્નના ઉત્તરની ચર્ચા આપણે અગાઉના મુદ્દામાં કરી લીધી છે. તેમ છતાં નીચેના વધારાના મુદ્દાઓ આ પ્રમાણે છે: જો ઈશ્વર શ્રુષ્ટિ સર્જનની ક્રિયા બંધ કરી દે તો, અગાઉના શ્રુષ્ટિ સર્જનથી લઇ અત્યાર સુધી બધી જ જીવાત્માઓએ કરેલા કર્મોના યોગ્ય ફળ ઈશ્વર તે જીવાત્માઓને કેવી રીતે આપી શકે? જો આમ થાય તો ઈશ્વર અન્યાયી બનશે. કેટલીક જીવાત્માઓ બીજી જીવાત્માઓની સરખામણીમાં યોગ્ય પ્રયત્નો કર્યા સિવાય મોક્ષ મેળવી લેશે. વૈદિક ધર્મમાં કોઈપણ કાયમી સ્વર્ગ કે નર્ક ન હોવાથી જો શ્રુષ્ટિનું માત્ર એક