ગર વિકાસ વિભાગના એન્જિનિયર શુભમને જ્યારે એ ખબર પડી કે જીવણે તેની પાસે જે મકાનનો નકશો મંજૂર કરાવ્યો હતો ત્યાં હકીકતમાં તે રેસ્ટોરન્ટ બનાવવાનો છે, ત્યારે તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો.મકાનનો નકશો મંજૂર કરાવવાની લાંચ પાંચ હજાર રૃપિયાની આસપાસ થાય છે, જ્યારે દુકાન અથવા ધંધાદારી ઈમારતનો નકશો મંજૂર કરાવવાના ૧૦ હજારથી ૫૦ હજાર જેટલા રૃપિયા થાય છે. આ બાબતે જીવણે ચાલાકીથી શુભમને પાંચ-દસ હજારનો ચૂનો ચોપડી દીધો.શુભમ જ્યાં મકાન બનતું હતું ત્યાં પહોેંચી ગયો અને જીવણના હાથમાં મકાન રોકવાની નોટિસ પકડાવતાં બોલ્યો, ''જે ઈંટ જ્યાં પડી છે ત્યાં જ રહેવા દે અને કામ તરત બંધ કરી દે, નહીતર બુલડોઝર ફેરવી