નિયતિ ૬

(111)
  • 4.3k
  • 13
  • 2.2k

દૂર આકાશ ભણી થોડીવાર તાકી રહીને, એક મનમોહક સ્મિત ચહેરા પર અનાયસ જ ઉભરી આવ્યુ હોય એમ હસીને, ક્રિષ્ના સામે એક નજર કરી પાછું આકાશ તરફ જોતા મુરલીએ બોલ​વાનું ચાલુ કર્યું....“મને બરોબર યાદ છે એ દિવસે ગુરુવાર હતો. હું મારા બ્લોગ ઉપર ઊંટીના જંગલો વિષે લખી રહ્યો હતો. આ જંગલોમાં પ્રાણીયોનું પ્રમાણ સારું એવું છે. હરણ, રીંછ, હાથી અરે વાઘ પણ છે!  એ લોકોની આ નાનકડી સુખી દુનિયામાં માનવનો પગપેસરો કેટલો જોખમી હોઇ શકે એ વિષે હું એક આર્ટિકલ લખતો હતો. એને માટે મારે જંગલના થોડાક ફોટો જોઇતા હતા. ખરેખરી જંગલની દુનિયા અડધી રાત પછી જ જોવા મલે!  એકદમ રિઅલ