ભગવાન જે કરે તે સારું કરે ?

  • 3.7k
  • 2
  • 803

પિંગલ નામના મેદાન ઉપર કેટલાક નાના નાના તથા થોડાં મોટા ઝૂંપડાં આવેલાં હતાં. આ ઝૂંપડાની અંદર કેટલાક ભિખારીઓ રહેતા હતાં. બધા ભિખારીઓને આપસમાં સ્નેહીજનો જેવો સંબંધ અને સ્નેહાળ પ્રકૃતિ હતી તેઓ એકબીજાની ખોજમાં પોતાનું કાર્ય ભૂલી જઈ બીજાના કાર્યમાં મદદરૂપ થઈ શકે તેઓ ઓથ બનતા હતા. પોતાનું કેટલે અંશે સારું થાય એના કરતાં બીજા માટે અંશસભર સારી વૃત્તિ દાખવતા હતા. જેમ બે સગા ભાઇઓના સંબંધની જેમ તેઓ પોતાનું વ્યક્તિત્વ એક બીજા સાથે નું કેળવતાં હતાં. સૂર્ય માથે ચઢ્યો અને તડકો થવા લાગ્યો અને સાથો સાથ ધોમ ઉનાળા બપોરના બાર વાગ્યા. પિંગલાના તમામ ઝુંપડાઓ ખાલી હતા ત્યાં એક પણ ભિખારી ન હતો