સફરમાં મળેલ હમસફર - ભાગ - 27

(133)
  • 2.6k
  • 17
  • 1.4k

સફરમાં મળેલ હમસફરભાગ-27“પાપા તમારે ના જમવું હોય તો બહાર નીકળી જાઓ,હું થાકીને આવ્યો છું મારે કોઈ દલીલ નથી કરવી”શુભમ ગુસ્સામાં બોલતો હતો.જ્યારે એ ઘરે પહોંચ્યો ત્યારે ઘરે કોઈ નોહતું.તેના મમ્મી ખેતરે ગયાં હતાં.તેનો નાનો ભાઈ રોનક બાળકો સાથે રમવા ચાલ્યો ગયો હતો.શુભમના પાપા કંઈ કામ ના કરતાં એટલે ગામના ચોરે ડોસાઓ સાથે બેસી રહેતાં.ઘરે આવી શુભમ ફ્રેશ થયો.પછી એક-બે જુના દોસ્તને મળી આવ્યો ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ.     શુભમના મમ્મી ઘરે આવી ગયા હતા.શુભમના પાપા મહેશભાઈ ભોળાનાથની પૂજા કરવા જતાં એટલે એ મોડા આવતા.શુભમ જમતો ત્યાં તેના પાપા આવી ચડ્યા,નશાની હાલતમાં.“આવી ગયો રાજકુંવર,મારું તો નાક કપાવ્યું હવે તારી માંનું