બદલાવ - 15

(52)
  • 2.3k
  • 4
  • 1.2k

બદલાવ-15               નરોતમ આ સાંભળી નવાઇ પામ્યોં.કારણકે આ અવાજ એના બનેવી અજયનો હતો.અજયનાં શરીરમાં રહેલો સોમુ દોડીને અંદર આવતો હતો.અજયનું શરીર જોઇ એક ક્ષણ માટે નરોતમને મનમાં આંચકો લાગ્યોં.એ આંચકાથી એનાં હાથ હવામાં જ સ્થીર રહ્યાં.નીચે બેસી આ બધુ જોઇ રહેલા અજયે સોમુનાં શરીરની પુરી તાકાત અને પોતાની પુરી હિંમત એકઠી કરી નીચે પડેલી એક તલવાર ઉઠાવી.ક્ષણવારનો વિલંબ કર્યાં વગર એક જ ઝાટકે તલવાર નરોતમનાં પેટમાં ઘુસાડી દીધી.પાછળથી નીકળેલો તલવારનો લોહીથી ખરડાયેલો હિસ્સો આકાશીદેવીએ જોયો.નરોતમનાં લોહીની એક પીચકારી ઉડી.એણે એક કારમી ચીસ નાંખી.અજય તરત જ રૂપાને ઢસડીને ત્યાંથી દસ ડગલા દુર ખસ્યોં.ક્રુર નરોતમ હજુ પણ