મહેક - ભાગ-૧૬

(63)
  • 3.6k
  • 8
  • 1.3k

મહેક ભાગ:-૧૬8:30pm મહેકની નજર હોટલના પાર્કિંગલોટમાથી નીકળતી દિવ્યાની SUV કાર પર પડી એટલે મહેક ઝડપથી ટેક્સી સ્ટેન્ડ તરફ આગળ વધી... ટેક્સી ડ્રાઇવર રણવીરે suv ને જતા અને મહેકને તેની તરફ આવતા જોઇ ટેક્સી સ્ટાર્ટ કરી રેડી થઇ ગયો હતો. મહેકના ટેક્સીમાં બેસવાની સાથે જ દિવ્યાની કારનો પીછો કર્યો... દિવ્યાની કાર શહેરથી દુર હેડંબા મંદિર તરફ જઇ રહી હતી. વીસ મિનિટ પછી દિવ્યાની કાર એક ફાર્મહાઉસના ગેટમાં દાખલ થઇ.મહેકે ટેક્સી થોડી આગળ લેવરાવી પછી ઉભી રાખી નીચે ઉતરી ડ્રાઈવરને કહ્યુ.... "મુજે આને મે આધે ઘંટે સે જ્યાદા સમય લગે તો તુમ ચલે જાના." કહી મહેક ફાર્મ હાઉસની પાછળની તરફ ચાલતી થઈ.દિવાલ કુદી