પ્રેમ ની પરિભાષા - ૧૨. ફરી પાછા

(17)
  • 1.2k
  • 1
  • 670

 કાવ્યા માટે હવે રુદ્ર ને સમજવુ કપરુ બની રહ્યુ હતુ , એક તરફ તેની પ્રેમ ની સમજણ પર અપુર્વ માન ઉપજી રહ્યુ હતુ તો બીજી તરફ તેની માનસીક્તા પ્રત્યે ઘૃણા ઉપજતી હતી . દરેક સમયે તેનો રુદ્ર પ્રત્યેનો તેનો દૃષ્ટીકોણ બદલી રહ્યો હતો . તેને ક્યારેક એવુ થઈ આવે કે આ માણસ પરત્વે આકર્ષણ કઈ રીતે જન્મી શકે ? પરંતુ જેટલી ઘૃણા થઈ આવે તેટલુ જ રુદ્ર પરથી ધ્યાન હટાવવુ કાવ્યા માટે અઘરુ થઈ રહ્યુ હતુ . જેમ કોઈ નેતા કે અભીનેતા સકારાત્મક કે નકારાત્મક ખબરો દ્વારા માનસપટ પર છવાઈ રહેવાનો પ્રયાસ કરે છે તેવી જ રીતે રુદ્ર કાવ્યા ના