Prem ni paribhasha - 12 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - ૧૨. ફરી પાછા

 

કાવ્યા માટે હવે રુદ્ર ને સમજવુ કપરુ બની રહ્યુ હતુ , એક તરફ તેની પ્રેમ ની સમજણ પર અપુર્વ માન ઉપજી રહ્યુ હતુ તો બીજી તરફ તેની માનસીક્તા પ્રત્યે ઘૃણા ઉપજતી હતી . દરેક સમયે તેનો રુદ્ર પ્રત્યેનો તેનો દૃષ્ટીકોણ બદલી રહ્યો હતો . તેને ક્યારેક એવુ થઈ આવે કે આ માણસ પરત્વે આકર્ષણ કઈ રીતે જન્મી શકે ? પરંતુ જેટલી ઘૃણા થઈ આવે તેટલુ જ રુદ્ર પરથી ધ્યાન હટાવવુ કાવ્યા માટે અઘરુ થઈ રહ્યુ હતુ . જેમ કોઈ નેતા કે અભીનેતા સકારાત્મક કે નકારાત્મક ખબરો દ્વારા માનસપટ પર છવાઈ રહેવાનો પ્રયાસ કરે છે તેવી જ રીતે રુદ્ર કાવ્યા ના માનસપટ પર છવાઈ રહેવા પ્રયાસ કરી રહ્યો હતો કે આપોઆપ રૂદ્ર તેને પોતાનીતરફ ખેંચી રહ્યો હતો , તે સમજવાની સ્થીતીમા કાવ્યા ન હતી . ખરેખર તો કવ્યા રુદ્ર તરફ તણાઈ રહી હતી . તે હજુ વીચારી રહી હતી કે રૂદ્ર આ જગ્યાએ ખોટો છે , પણ તેનુ હૃદય રૂદ્ર ને સાચુ માની રહ્યુ હતુ . શુ થઈ રહ્યુ હતુ તેની સાથે ? પણ તે તેના વીચારો સૌમ્ય સામે જાહેર કરવાનુ જોખમ લઈ શકે તેમ ન હતી . પણ વલણ છુપાવી શકાતુ નથી .

“ ફરી પાછા તમે તમને ખુશ રાખે તેવા વાતાવરણ મા પ્રવેશ કર્યો . તમારા માટે એ સમયગાળો ખુબ મહત્વનો છે નહી ? જીવન ની સૌથી સુંદર પળો તમે ત્યારે મેળવી હતી તો તેને કઈ રીતે ભુલી શકાય ? એવી ક્ષણો તમારા જીવન મા ફરી આવે તો કેટલુ સારુ . “

“ હા ! ભુતકાળ હંમેશા ભવ્ય અને ભવિષ્ય આશાસ્પદ જણાય છે તકલીફ તો વાર્તમાન મા જ હોય છે કારણ કે તે આપણે પસાર કરી રહ્યા હોઇએ છીએ . પસાર થયેલા કાળ ની તકલીફો ક્યારેય યાદ રહેતી નથી . માત્ર સફળતાઓ અને સુખ ની પળો વધુ યાદ રહે છે , માટે ભુતકાળ તો ભવ્ય લાગવાનો જ છે . અને ભવિષ્ય ના સ્વપ્નો મા કોણ રાચતુ નથી ? હુ વર્તમાન અને ભવિષ્ય બન્ને થી દુર  રહ્યો , ભુતકાળ ને ભુલવા ના પ્રયાસ કર્યા પણ તેણે ક્યારેય સાથ છોડ્યો જ નહી હવે તુ આવી તો વર્તમાન મા જીવી રહ્યો છુ અને ભવિષ્ય ના સ્વપ્ન મા રાચતો થયો છુ . જીવન મા કોઈ સાથ આપનાર આવી ચડે એટલે આપોઆપ જીવન મા મધુરતા આવી જાય છે . જ્યારે ખ્યાલ હોય કે જીવન ના પ્રત્યેક પગલે કોઈ તમારી સાથે છે , ત્યારે આત્મવિસ્વાસ અટલ બની જાય છે . તારા આવ્યા પહેલા હુ જીવન વીતાવી રહ્યો હતો અને હવે જીવન જીવી રહ્યો છુ . “

“  વાહ ! મારી પાસેથી કઈ કામ કઢાવવુ છે ? આટલુ માખણ શા માટે લગાવવા મા આવી રહ્યુ છે ? હુ જાણુ છુ કે ઇશ્વરે મને નવરાશ ની પળો મા ઘડી છે , એ મારે તમારી પાસેથી જાણવા ની જરુર નથી . “

“ તમારી આ જ તકલીફ છે કે તમને આંગળી આપો અને તમે આખો હાથ પકડી લો અરીસા મા ક્યારેય મુખ નિહાળ્યુ છે ? ડર લાગશે . હુ તને કહી ના શકુ કે મે જીવન મા કેવી મોટી ભુલ કરી છે ? “ સૌમ્ય વધારે કઈ બોલે તે પહેલા કાવ્યા સૌમ્ય પર ઝપટી ચુકી હતી , સૌમ્ય એ દુર જવાનો પ્રયાસ કર્યો પણ કાવ્યા એ તેને પલંગ પાસે ઝડપી પાડ્યો . તેના હાથ મા ઓશીકુ આવ્યુ અને હથીયાર ની ગેરહાજરી મા ઓશીકા ને જ હથીયાર બનાવી આક્રમણ કર્યુ . સૌમ્ય એ બચવાના કોઈ પ્રયાસ કર્યા નહી . છેવટે કાવ્યા એ હાંફતા હાંફતા કહ્યુ , “ તમારી પાસે બીજો કોઈ વીકલ્પ જ નથી . મારા સીવાય તમને કોઈ ઘાંસ પણ ન નાખે . અને તમે મારા જેવી સુંદર કન્યા ને આવુ કઈ રીતે કહી શકો ? “ આટલુ બોલીને શાંતી ન થઈ હોય તેમ તેણે સૌમ્ય ને એક તસતસતુ ચુંબન ચોડી દીધુ .

“ આ એગ્રીમેંટ સાઈન થઈ ગયો “

“ લે હુ પણ સહી કરી લઉ “ એમ કહી સૌમ્ય એ કાવ્યા ને ઝકડી લીધી . કબુતર જેમ હાથ મા આવ્યા પછી ફફડે તેમ કાવ્યા એપણ ફફડાટ કર્યો પણ વ્યર્થ . સૌમ્ય તેને પોતાના તરફ ખેંચી અને તેના ઓષ્ઠ ને પોતાના મુખ મા સમાવી લીધા . ફફડાટ ની જગ્યા એ આનંદ આવ્યો બન્ને એ એકબીજા મા ગુંથાઈ ને કેટલુ રસપાન કર્યુ તેની જાણ તેમને થઈ નહી , હોઠ સીવાય બીજુ કોઈ અંગ કાર્યરત ન હતુ . થોડી લજજા સાથે કાવ્યા એ સૌમ્ય એ કરેલ ચુંબન ના રસાસ્વાદ નો આનંદ માણ્યો . થોડી ક્ષણો જાણે સ્વર્ગ ના બગીચા માં ફરીને તેની સર્વોત્કૃષ્ઠતા ની હદપાર જઈ ને થાક દુર કરવા કલ્પતરુ ની શીતળ છાયા મા બન્ને બેઠા હોય તેવી હળવાશ અનુભવી . થાક લાગ્યો પણ એવો મીઠો કે વારંવાર એજ કાર્ય કરવાનુ મન થઈ આવે .

“ કેમ હવે હડપચી બંધ થઈ ગઈ ? “

“ સ્ત્રી છુ , લજ્જા તો મારુ આભુષણ છે ! તમે મને એકલી જાણી ને મારા પર અત્યાચાર કરી રહ્યા છો . “ કાવ્યા એ મોં ફુલાવતા કહ્યુ .

“ અચ્છા અને જે અત્યાચાર મે હાલ સુધી સહન કર્યો તેનુ શુ ? શરુઆત તો તે જ કરેલી અને હવે આરોપ મારા પર લગાવે છે . અચ્છા ! જોવ તો તારુ મુખ કેટલુ રતુમડુ થઈ ગયુ છે . શરમ અને તને ? એ વાત માન્યા મા આવે એવી નથી “

“ તમે મારા વિશે એવુ વીચારો છો ? તમને શરમ આવવી જોઇએ . લજામણી ના છોડ સરીખી સુકુમાર કન્યા ઇશ્વરે તમારા ભાગ્ય મા ક્યા અર્પી ? “

“ મને ખ્યાલ ન હતો કે તારા મા આવા ગુણો ભરેલા છે , મારી બુધ્ધી ભ્રશ્ટ થઈ ગઈ કે તને હા કહી બેઠો . “

“ ના અને કાવ્યા ને ? અશક્ય . તમને પૂરૂષો ને સ્ત્રીઓના સામર્થ્ય વિશે ખ્યાલ જ નથી . ભલભલા ભુપતી ને રંક અને રંક ને ભુપતી બનાવવા ની આવડત ઇશ્વરે સ્ત્રી ને બક્ષી છે . તેમાએ મારા જેવી રૂપગર્વીતા ની ખફા વહોરવાની હિંમત છે ? તમારુ જીવન તારાજ કરી નાંખુ . તમે મારી હઠ છો . તમે બાલહઠ , રાજહઠ અને સ્ત્રીહઠ વીશે જાણતા હશો . બાલહઠ સંપતી ને હાની કરે છે , રાજહઠ થી જીવનને હાની થાય છે પરંતુ સ્ત્રી જ્યારે હઠી બને છે ત્યારે તે જે જોઈએ તે મેળવી ને જ રહે છે . અને પ્રશ્ન જ્યારે પ્રેમ મેળવવા નો આવે ત્યારે સ્ત્રી દરેક સીમાઓને તોડી નાખે છે . માટે તમે ચાહે જેટલા પ્રયાસ કરો તમે મને પોતાના થી દુર કરી શકો નહી . “

“ સ્ત્રીહઠ ? પણ ઘવાયેલો સીંહ જ્યારે પ્રતિષોધ લેવા નીકળે ત્યારે શીકાર ની હાલત દયનીય કરી નાંખે છે . તે પૂરૂષ નુ ગાંડપણ નીહાળ્યુ છે ? “

“ તો જણાવો તમારો ક્યો સીંહ બદલો લેવા તલપાપડ થઈ રહ્યો હતો અને શા માટે ? “

“ ડી. , અર્જુન નુ નીશાન કદાચ ચુકાય પણ ડી નુ નિશાન અચુક મરણતોલ ફટકો પાડે . વેકેશન બાદ જ્યારે અમારી કોલેજ શરુ થઈ ત્યારે તેનુ એકમાત્ર લક્ષ્ય પ્રીયા હતી . રજા ના પુરા સમયગાળા મા તેણે પ્રીયા ને કઈ રીતે હેરાન કરવી તેની આગવી રીતો નુ શંષોધન કર્યુ હશે . તેના મષ્તિષ્ક મા પ્રેમ મા થયેલ ઘાત રહ્યો ન હતો . તેને ખુન્નસ એ જ વાત નુ રહ્યુ હતુ કે બધાની સામે તેણે ડી ને જોકર કહ્યો . તેના માન પર થયેલ ઘાવ ડી ને જંપી ને બેસવા દે તેમ ન હતો .

અમે હોસ્ટેલે પહોંચ્યા એજ દિવસે મોડી રાત્રે ડી એ મીટીંગ બોલાવી શિતયુધ્ધ ની શરુઆત કરી . અમે બધા સાથે મળીને ગપાટા મારી રહ્યા હતા . તેની વાત સાંભળવા મા કોઈએ રસ દાખવ્યો નહી એટલે તેણે પ્રેમથી અમારુ ધ્યાન દોરતા કહ્યુ

“ મારા વહાલા ભાઇઓ ! તમે બધાએ રજાઓ ખુબ મજા થી વીતાવી હશે , એવુ તમારા ચહેરા પર થી જણાઈ રહ્યુ છે , “ અમે ત્રણેયે હકાર મા માથુ હલાવ્યુ એટલે અમારી શાંતિ નિહાળીને તેણે ખુબ ગુસ્સા મા કહ્યુ

“ એક ચીબાવલી તમારા ડી ને જોકર કહી ને જતી રહી અને તમારા એકપણ ના મનમા એ નથી ? તમારા મીત્ર ને કેવી પીડા થતી હશે તેનો તમ્ને ખ્યાલ છે ? “ અમારા જવાબ ની આશા રાખ્યા વિના તે આગળ વધ્યો “ પુરી રજાઓ દરમિયાન મારા કાન મા આ એક જ શબ્દ ગુંજી રહ્યો હતો . કઈપણ કરો જોકર શબ્દ મારા મગજ મા ઘુસી ચુક્યો છે . અને બીજી તરફ મારા મીત્રો ને મારા દુઃખ ના બદલે ગામ ની પંચાત મા રસ છે . આવા મીત્રો થી તો શત્રુઓ વધુ સારા “

અમે દિગ્મુઢ બની ને ડી ને સાંભળી રહ્યા . ડી ને પ્રીયા પર ચીડ હતી તે તો સમજાયુ પણ એ ચીડ આ હદ ની નફરત સુધી પહોંચી હતી તે સ્વપ્નેય મને ખ્યાલ ન હતો . અને ડી ની આ નફરત અમારા ત્રણેય પાસે કેવા કેવા કાર્યો કરાવશે તે ભવીષ્ય ના ગર્ભ મા હતુ . એ જ ભવિષ્ય મા બનનારી એ ઘટનાઓ એ અમારી જિહ્વા પર ખંભાતી લટકાવી દીધુ હતુ .

“ તો હવે તુ શુ કરવા માંગે છે ? “ કરણ કદાચ તેના પીતા ને અંજલી વીશે કહેતા જેટલો ગભરાય તેના થી વધુ ગભરામણ અનુભવી રહ્યો હતો . ત્યા તેને કદાચ જવાબ ની અપેક્ષા તો હશે અહિયા તો ઉતર શુ આવશે અને તેના કારણે કેટલી સમસ્યાઓ સર્જાષે તેની કલ્પના કરવી પણ અશક્ય હતી . બાડા ની જીભ ઉપડી તેનો આભાર મારી અને રુદ્ર ની દૃષ્ટિ માની રહી હતી .

“ બદલો . તેણે મને બધા ની સામે જે કહ્યુ તે દરેક શબ્દ હુ તેના માટે વપરાય તેવુ ઇચ્છુ છુ “ તેની આંખો મા ખુન્નસ સ્પષ્ટ જણાઈ રહ્યુ હતુ .  

“ ડી રહેવા દે , તેણે તને તેના જાળમા ફસાવ્યો નથી તેથી વધુ આશ્વાસન બીજુ શુ હોઈ શકે . તારે તો તેનો આભાર માનવો જોઈએ . અને કદાચ તને એવુ લાગતુ હોય કે તેણે તારુ અપમાન કર્યુ છે તો એ સાચુ છે પણ તે જેટલી હદ સુધી અધમ બની તેટલો તુ શા માટે બને છે . તુ આ બધુ જતુ કર માફ કર તેને , ક્ષમા વીરસ્ય ભુષણમ . “ રૂદ્ર એ તેને રોકવાનો પ્રયાસ કર્યો

“ હુ વીર નથી અને મારે બનવુ પણ નથી . જીવન ના અંત સુધી હુ તેને માફ કરીશ નહી , અને કદાચ એવી ઇચ્છા જન્મશે તો હુ તે ઇચ્છા ને દબાવી દઈશ . મારે બસ એટલુ જાણવુ છે કે તુ મને સાથ આપીશ કે નહી , બાકી ભાષણ સાંભળવાની મારી બીલકુલ ઇચ્છા નથી . “ ડી કોઈપણ વાત સ્વીકારવા તૈયાર ન હતો .

“ ડી તારી જોડે નર્ક સુધી આવવુ પડે તો પણ તારો આ મીત્ર પાછુ ફરી ને નહી જુએ , પરંતુ કોઈ ની લાગણીઓ સાથે કટાક્ષ કરવો યોગ્ય નથી . તને અનુભવ છે તો પછી શા માટે બીજાને પણ તારી જેવી તકલીફ આપવા માંગે છે . “ ડી ને અટકાવવાનો રૂદ્ર નો આ અંતીમ પ્રયાસ હતો , અને તે ક્વચીત જાણતો પણ અશે કે તે વ્યર્થ જવાનો હતો .

“ વાહ ! મારા મીત્ર ને મારા સીવાય બધાની લાગણીઓ ની કદર છે . હુ એ જ ઇચ્છુ છુ કે મે જે ભોગવ્યુ તેનાથી વધુ પ્રીયા ભોગવે ત્યારે મારા કાળજા ને શાંતી થશે . હુ તેને નફરત કરુ છુ , તેણે મને જોકર બનાવ્યો છે અને જ્યા સુધી મારા હૃદય પર દબાણ રહેશે ત્યા સુધી હુ ડી નહી બની શકુ . તારે મને ફરી ડી બનવા દેવો છે કે નહી ? “

“ હા ! બોલ ને શુ કરવુ છે ? અમે તારી સાથે જ છીએ “ હુ ગભરાઈ ને બોલ્યો હતો .

“ તારે પ્રીયા સાથે પ્રેમ નુ નાટક કરવાનુ છે . “

મને મારી જીભ ને સજા કરવાની ઇચ્છા થઈ આવી . હુ શા માટે બોલ્યો ? પ્રીયા સાથે પ્રેમ નુ નાટક ? હુ જ શા માટે ? હુ પુજા ને શુ કહીશ ? તેને જાણ થશે તો શુ થશે ? તે મારી શુ હાલત કરશે ? હે ઇશ્વર ! શા માટે મને આ ભયંકર ભંવર મા સપડાવી દીધો ? જો ના કહુ તો ડી ને કઈ રીતે સમજાવુ ? અને જો હા કહુ તો પુજા ને સમજાવવી અશક્ય હતી . કદાચ પુજા થી છુપાવી ને આ કામ કરુ અને તેને ખબર પડે પછી ? એ તો કલ્પવુ પણ શક્ય ન હતુ . બન્ને માંથી કોઈ મારી સ્થીતી સમજે તેમ ન હતા અને વધારે બોલી ને હુ મારી સ્થીતી વધુ કંગાળ બનાવવા ઇચ્છતો ન હતો . જેમ જન્મારા થી ભુખ્યો માણસ ખાવા ની કોઈ વસ્તુ સામે જુએ તેમ મારી આંખો રૂદ્ર પર સ્થીર થઈ . રૂદ્ર મારી આંખો ના ભાવ નિહાળીને મારી ચિંતા સમજી ગયો

“ સૌમ્ય જ કેમ બાડો કેમ નહી ? “ રૂદ્ર એ મગજ થોડુ હળવુ કરવામા સહાયતા કરી .

“ અંજલી ગાંડી છે , બાકી બાડા સામે કોઈ જુએ પણ નહી . અને પ્રીયા બાડા ને મારાથી વધુ હડધુત કરી ને ભગાવે . તેને દેખાવ કરવા માટે સાથી ની જરુર છે અને શુ બાડો તેના કદ મા સહેજ પણ વધારો નહી કરે . માટે તેનો પ્રશ્ન જ નથી . એ કબુતરી ને ફસાવવા માટેના દાણા તુ અથવા સૌમ્ય નાખો તો જ તે જાળમા ફસાય . અને મા કસમ એ કબુતરી ને જાળ મા તરફડતી જોવા માટે મારી આંખો અત્યાર થી પહોળી થઈ ચુકી છે . મારા ચારા માટે ની પ્રાથમીક્તા તો તુ જ છો પણ મને હતુ કે તુ આ કામ નહી કરે . “

“ ઠીક છે , તારી પ્રાથમીક્તા ને હુ ન્યાય આપીશ . કબુતર ને સૌમ્ય થી વધુ સારા દાણા મળશે . નવા સત્ર નો કાલે પ્રથમ દિવસ છે , મારા માનવા મુજબ કાલે જ તેને પાડી દઈશ પણ પછી આગળ શુ ? જો તુ વધારે મધુર સબંધો સ્થાપવા નુ કહેશે તો એ મારા થી બનશે નહી . હુ માત્ર વાતચીત અને તેની સાથે રહેવા પ્રયત્ન કરીશ , તેના થી વધારે પ્રીયા સાથે હુ કશુ જ નહી કરુ . “ રૂદ્ર તૃષા ને જીવ થી વધુ ચાહતો હતો એટળે ત વધુ આગળ વધશે નહી તે અમે પણ જાણતા હતા .

“ અરે મારા ભાઇ ! તે પ્રેમ થી તેની સામે એકવાર પ્રીયા નામનુ ઉચ્ચારણ કર્યુ એટલે તારુ કાર્ય પૂરુ તારે બીજુ કઈ કરવુ જ નહી પડે તે બધુ જ પ્રીયા કરશે . તારે તેને એકાંત  મા ક્યારેય મળવુ નહી અને જ્યારે બધા હશે અને તે આગળ વધવાનો પ્રયાસ કરે ત્યારે બધા સાંભળે તે રીતે તારે તેને ઉતારી પાડવાની છે . બસ પછી હુ છુ અને તે છે , તેની બધી હવા ઉતારી નાખીશ “ ડી એ સર્વદૃષ્ટા ની દૃષ્ટી એ જાણે ભાવી નીરખી રહ્યો હોય તેમ કહ્યુ , તેની આંખો મા ક્રોધ સ્પષ્ટ કળાઈ રહ્યો હતો અને અમે તેનો ભોગ બનવા ની સહેજ પણ ઇચ્છા ધરાવતા ન હતા . તે ભવિષ્ય નો આનંદ માણતો બહાર ગયો ત્યા સુધી અમે ચુપ રહ્યા .

“ આભાર ! રૂદ્ર ડી પ્રીયા નુ જીવવુ કપરૂ બનાવી દેશે . પણ શુ તેનાથી તેને શાંતિ મળશે ? “ મારા શબ્દો મા ડર સ્પષ્ટ જણાઈ આવે તેમ હતો . આ સમસ્યા નુ સમાધાન રૂદ્ર જ કરી શકે તેમ હતો . પણ મારી અપેક્ષા વિરૂધ્ધ સમાધાન તેની પાસે પણ ન હતુ , માટે તેને શાંત બેસેલો જોઈ ને બાડો બોલ્યો .

“ ડી ને શાંતિ મળે કે નહી પણ તારે આ કરવુ જ પડશે . તમે તેને અટકાવી શકશો નહી . ડી ક્યા કઈ વધારે કરવાનુ કહે છે . પ્રીયા એ જે ડી સાથે કર્યુ તે જ તારે પ્રીયા સાથે કરવાનુ છે , જેવા સાથે તેવા થવામા શી ખરાબી છે ? “

“ કરણ તુ અને ડી બન્ને સાચા છો . માટે હુ તેને સમજાવી શકુ તેમ નથી . મારી ઇચ્છા હશે કે નહી મારે આ કાર્ય કરવુ જ પડશે . પરંતુ કોઈ ની લાગણી સાથે આવી ક્રુર મજાક કરવી તે વ્યાજબી નથી . ભલે તેણે તે જ મજાક આપણી સાથે કરી છે . આપણી અને તેની વચ્ચે તે જ ફરક છે . અને ડી તે અંતર જ રહેવા દેવાનો નથી . છતા હુ એક પ્રયાસ ચોક્કસ કરીશ મારા મીત્ર ને પ્રાણી બનતો અટકાવવા માટે મારે એટલુ તો કરવુ જ પડશે  “ રૂદ્ર માથુ પકડી ને બોલ્યો હતો , ભવિષ્ય મા તેના જ દ્વારા થનાર અનાપેક્ષિત કાર્ય નો એ બોજ હતો . અમારા ત્રણ માંથી કોઈ વધુ બોલ્યુ નહી .

સવાર મા કોલેજ તરફ જતા રૂદ્ર ના ચરણ ભારે થઈ પડ્યા હતા . તે પ્રીયા સાથે છેતરપીંડી કરવા માંગતો ન હતો છતા તે એ કાર્ય કરવાનો હતો . રૂદ્ર ડી માટે નહી પણ પોતા ને અધમતા માંથી બચાવવા માટે એક પ્રયાસ કરવાનો હતો  પણ ડી રૂદ્ર થી દુર રહેતો હતો . તે પ્રીયા ના મનમા તેના અને રૂદ્ર ના સબંધો અંગે સંશય ઉત્પન્ન કરવા માગતો હતો . તે અમારા થી થોડો આગળ ચાલી રહ્યો હતો . કોલેજ પ્રવેશદ્વાર થી થોડે જ દુર પ્રીયા તેની સખીઓ સાથે બેસેલી હતી . મે ઘણી વાર જોયુ છે કે ફુલ ની આજુબાજુ ભમરા હોય તે તો વ્યાજબી છે પરંતુ સુંદર ફુલ ની આજુબાજુ થોડા ઘણા નબળા ફુલો પણ હોય છે . પુજા અને પ્રીયા અમારી કોલેજ ના તાજા અને બહુરંગી પુષ્પો હતા માટે તેમની આજુબાજુ તમને બેરંગ , કઢંગા , નબળા પુષ્પો ચોક્કસ રહેતા . ડી ત્યા પહોંચ્યો એટલે તેમની વચ્ચે ગુશપુશ શરુ થઈ . હુ ભગવાન ને પ્રાર્થના કરી રહ્યો કે હવે તે પ્રીયા ને સદ્બુધ્ધિ અર્પે અન્યથા રૂદ્ર અંતીમ પ્રયાસ પણ નહી કરી શકે તેમની ગુશપુશ શરુ હતી એ સામે જોયા વીના ડી આગળ જઈ રહ્યો હતો , એ જોઈ ને હુ હજુ ઇશ્વર નો આભાર માનુ ત્યા જ પ્રીયા ના શબ્દો કાને પડ્યા .

“ હલો મહાશય ! તમારા હૃદય ની સામ્રાજ્ઞી અહીયા બેસેલી છે , તમે શુ તેની પાસે આવશો પણ નહી . માન્યુ કે તમારી અહીયા કોઈ જરુર નથી પણ કદાચ હ્જુ તમે એ સમજ્યા ન હોવ તો આવો તમને વ્યવસ્થીત સમજાવી દઉ “ ડી તે તરફ ધ્યાન આપ્યા વિના જ આગળ વધી રહ્યો હતો , હુ તો ત્યાંજ પ્રીયા ને બે તમાચા લગાવી ચુક્યો હોત પણ તે ભુજ ના ડી.આઇ.જી. ની દીકરી હતી માટે અમારા હાથ બંધાયેલા હતા . માટે જ ડી એ આવી યોજના બનાવી હતી જેથી પ્રીયા નુ અપમાન થવાથી તે કોઈ ને કઈ કહી જ શકે નહી . હજુ  પ્રીયા ની જિહ્વા ની કટુતા ઉતરી ન હતી .

“ એ જોકર ! લાગે છે કે અરીસા મા તારુ મુખડુ નીહાળી લીધુ છે . લાગે છે કે તને ખ્યાલ આવ્યો હશે કે તારા અને મારા વચ્ચે કેટલુ અંતર છે “ તે હજુ વધારે બોલે તેમ હતી પન ડી એ બધુ સાંભળ્યા વિના જ ત્યાંથી જતો રહ્યો એટલે તેમનુ આખુ વૃન્દ હાસ્ય ના અવાજ થી ગુંજી ઉઠ્યુ . બનાવ અમારી સમક્ષ જ બન્યો હતો એટલે રૂદ્ર એ માની લીધુ કે હવે ડી કોઈ કાળે સમજશે નહી . તે પ્રીયા પાસે પહોંચી ગયો . જેવો રૂદ્ર ને ત્યા આવેલો જોયો ત્યાજ બધા અવાચક બની ને રૂદ્ર સામે જોઈ રહ્યા .

“ હાય ! કેમ છો ? “

રૂદ્ર ના મુખે આ શબ્દો સાંભળી ને બધા ની હાલત પુતળા સમાન બની હતી . બધા નુ ધ્યાન રૂદ્ર તરફ હતુ અને પ્રીયા તો ભાવવિભોર બની હતી . તેની સામે જાણે તેને ભાવતી વાનગી નો થાળ પીરસ્યો હોય તેવી તેના મો6 મા લાળ સ્પષ્ટ જોઇ શકીએ તેમ હતી . તેનુ ઝડબુ ફાટેલુ રહ્યુ હતુ . પ્રીયા લલચાઈ ને ડી ના ઝાળ મા ફસાવા જઈ રહી હતી . તે દીવસે મને રૂદ્ર નો ચાર્મ સામે જોવા મળ્યો , તેના દ્વારા પ્રેમથી બોલાયેલા બે શબ્દો સાંભળીને સ્વર્ગ ની અપ્સરા પણ તેની પાછળ પાગલ બની જાય . તેનો જાદુ અદ્ભુત હતુ . તેના વ્યક્તિત્વ સામે બધા પામર ભાસતા હતા . મારા જેવાએ કેટલા પ્રયાસ કરવા પડે ત્યારે પ્રીયા ને ફસાવી શકુ . માત્ર દેખાવ નહી પણ તેની આસપાસ એક અજબ જેવુ તેજ  લઈ ને તે ફરતો . પછી મે ડી ને કહ્યુ હતુ કે કદાચ મારા માટે પ્રીયાને રૂદ્ર જેટલી સરળતાથી ફસાવવુ શક્ય ન હતુ . ત્યારે ડી એ કહ્યુ હતુ કે તે જાણતો હતો કે આ કામ રૂદ્ર જ કરી શકે તેમ હતો પણ સીધુ રૂદ્ર ને જ કહ્યુ હોય તો તે કદાચ માન્યો ન હોય એ તો તને બચાવવા આ કામ માટે તૈયાર થયો હતો . ખરેખર મારા માટે જ તે તેના સીધ્ધાંતો થી વિરૂધ્ધ જઈ ને આ કાર્ય કરી રહ્યો હતો .

પ્રિયા ધીરે ધીરે રૂદ્ર ની પાછળ ગાંડી બની રહી હતી . રૂદ્ર ની સાથે કોલેજ મા દેખાવ કરવામા તેને ઘણી મજા આવી રહી હતી . બીજી તરફ ડી તેની યોજના નુ પ્રથમ ચરણ પસાર થવાની ખુશિ મા લોટપોત થઈ રહ્યો હતો . આ બન્ને વચ્ચે રૂદ્ર પીસાઈ રહ્યો હતો . તે નિરાશ , હતાશ દુખી રહેતો . તેણે પ્રીયા સાથે રહેવા માટે પણ ઘણા પ્રયાસ કરવા પડતા હતા . તેને તૃષા સીવાય બીજા કોઈ નો સંગાથ માન્ય ન હતો , તે હંમેશા છોકરીઓ થી અંતર રાખતો તેના બદલે કોલેજ મા તેને પ્રીયા સાથે ફરવુ પડતુ હતુ . તેની સાથે પ્રેમ થી વાતચીત કરવી પડતી હતી . તે કચવાઈ રહ્યો હતો પણ ડી સામે તે કઈ કહી શક્યો નહી . ડી ના કહેવા મુજબ પ્રીયા એટલી ઉછળી હતી કે ત્યાંથી પછડાટ મેળવે તો જીવન મા ક્યારેય ઉભી થઈ શકે નહી . માટે ડી એ રૂદ્ર ને કહ્યુ કે હવે સમય આવી ચુક્યો છે . રૂદ્ર પ્રીયા અને ડી બન્ને થી થાકી ચુક્યો હતો . તે બન્ને થી છુટવા માગતો હશે પણ તે પ્રીયા ને તો શુ તેના શત્રુ ને પણ આટલી ઉંચાઈએ થી ધક્કો ન મારે . તમારી વિચારસરણી વિરૂધ્ધ કોઈ કાર્ય તમારે ફરજીયાત પણે કરવુ પડે ત્યારે તે આજીવન હ્ર્દય પર બોજ બની જાય છે , તુ રૂદ્ર ને માત્ર મારી વાતો પરથી જ સમજી છે છતા તુ પણ કહી શકે કે આ કાર્ય બજાવવા મા રૂદ્ર પર કેટલો માનસીક ત્રાસ વિત્યો હશે .

પ્રીયા અને રૂદ્ર ના સબંધો ને એક મહીનો થઈ ચુક્યો હતો . પ્રીયા ને જોઇ ને કન્યાઓ ઇર્ષ્યા કરવા લાગી હતી . કોલેજ મા તેનુ સ્થાન ખુબ ઉંચુ થઈ ચુક્યુ હતુ . તે રૂદ્ર સાથે હોય ત્યારે જાણે કોલેજ ની રાણી હોય તેવુ તેને લાગતુ હતુ . તે પોતાના સ્થાન ને હજુ ઉચુ કરવા માટે તેના જીવન નુ સૌથી ખતરનાક પગલુ ઉપાડ્યુ . રૂદ્ર અને પ્રીયા કેંટીન મા બેઠા હતા . ત્યા બેસેલી દરેક કન્યા રૂદ્ર પાસે પ્રીયા ને બેસેલી જોઈ ને તેની સામે ઇર્ષ્યા થી જોઈ રહી હતી . માટે તેમને વધુ દઝાડવા પ્રીયા તેના સ્થાને થી ઉભી થઈ ને રૂદ્ર ના ખોળામા બેસી . ડી ને સમય યોગ્ય લાગ્યો માટે તેણે રૂદ્ર ને ઇશારો કર્યો . રૂદ્ર એ આજીજી ભરેલી આંખે ડી સામે જોયુ પણ ડી ની ક્રોધ થી ભરેલી આંખો એ રૂદ્ર ની આંખ મા રહેલ તકલીફ જોઈ નહી . રૂદ્ર ડી સામે લાચાર હતો . તે હૃદય પર પથ્થર રાખી ને બોલ્યો હશે . દરેકે દરેક શબ્દ એ તેના આત્મા ને ચીર્યો હશે . તેણે પ્રીયા ને ધક્કો મારી ને કહ્યુ

“ શુ કરે છે ? બસ હવે હદ થાય છે , તારી સાથે બે શબ્દો બોલ્યા તેમા તો તુ ગળે વળગી . તારૂ મોઢુ જોયુ છે . સી-ગ્રેડ ફિલ્મો મા માં નો રોલ કરતી ૮૦ વર્ષ ની ડોશી જેવુ મો લઈ ને રૂદ્ર સામે આવી છે . આતો બે ઘડી મોજ કરવી હતી માટે તારી સાથે બે એક દીવસ વીતાવ્યા . તેમા તો તુ બધા ની સામે ખોળા મા ઘુસી ગઈ . ચાલ હવે નીકળ અહી થી તારે રૂદ્ર જોઇએ છે તારી જેવી સામે તો હુ જોવ પણ નહી . “ રૂદ્ર ની આંખો મા આઘાત સ્પષ્ટ જણાતો હતો . તેની આંખો મા પોતાની જાત પ્રત્યે ઘૃણા ઉપજી રહી હતી . તેણે બોલેલા દરેક શબ્દએ તેના પર વીતાવેલ અસહ્ય પીડા તેની આંખો મા જોઈ શકાય તેમ હતી . પરંતુ ત્યા સુધી કદાચ મારા સીવાય કોઈ ની નજર પહોંચી હશે નહી .

રૂદ્ર પર થી મારી નજર પ્રીયા તરફ વળી , તે રૂદ્રએ મારેલ ધક્કા ના કારણે નીચે પડી હતી . અને ત્યાંથી ઉભા થવામા તેને પુરુ જીવન લાગવાનુ હતુ . બધા રૂદ્ર ની જેમ ભાવનાઓ પર કાબુ રાખી શક્તા નથી . પ્રીયા પન પોતાની લાગણી છુપાવી શકી નહી , તેની આંખો માંથી અશ્રુધારા વહી રહી હતી . સરસ્વતીએ તેની જીહ્વા નો ત્યાગ કર્યો હતો , તેની નજર અચરજ સાથે રૂદ્ર પર ખોડાયેલી હતી . તે થોડી ક્ષણો બાદ મહાપ્રયત્ને ઉભી થઈ અને તેનુ રડવુ ખાળી શકી હશે . તેની આંખો રૂદ્ર ને એક જ પ્રશ્ન પુછી રહી હતી , શા માટે ? પણ જવાબ ની આશા એ તે વધુ સમય ઉભી રહી શકે તેમ ન હતી . બધા તેની હાંસી ઉડાવી રહ્યા હતા . તે બહાર ભાગી , પણ બહાર રસ્તા વચ્ચે જ ડી તેની રાહ જોઈ ઉભો રહ્યો હતો .

ડી એ તેની બધી કડવાશ બહાર કાઢી . તેણે પ્રીયા ને ખુબ પજવી . પ્રીયા ને ધરતી માર્ગ આપે તો તેમા સમાઇ જવા તૈયાર હતી . પણ હાલ તે કઈ બોલી શકે તેવી સ્થીતી મા ન હતી . મારુ હૃદય પ્રીયા પ્રત્યે સહાનુભુતી અનુભવી રહ્યુ હતુ . પરંતુ મગજ કહી રહ્યુ હતુ કે તેણે પણ ડી સાથે આ જ વર્તન કર્યુ હતુ , માટે પ્રીયા પ્રત્યે સહાનુભુતી દર્શાવવાનો કોઈ અર્થ નથી . જે હોય તે પણ દુઃખ થઈ રહ્યુ હતુ . ડી એ પ્રીયા ને જવા માટે રસ્તો આપ્યો નહી , હજુ પ્રીયા એ ઘણુ અપમાન સહન કરવાનુ હતુ . પીડા નો અંત લાવવો આપણા હાથ મા નથી હોતો . તેમા પણ તમે એવી જ પીડા બીજા કોઈ ને આપી હોય તે જ વ્યક્તી તમને પીડા આપે ત્યારે એ પીડા સહન કરવી ખુબ કપરી બની જાય છે . તેનુ રડવુ ફરી શરુ થયુ હતુ અને હવે તે બન્ધ થઈ શકે તેમ ન હતુ . પ્રીયા ભાંગી ચુકી હતી . રૂદ્ર એ તેનુ અપમાન બધા ની સામે કર્યુ હતુ માટે આઘાત વધારે હૃદયદ્રાવક હતો . તેમા પણ ડી ની ઘૃણા એ થી થયેલ વધારો તે સહ્ન કરી શકી નહી . તે ત્યાંથી જતી રહી . ડી નો આનંદ તો તેના વર્તન પરથી સમજાઈ જાય તેમ હતો પરંતુ રૂદ્ર નો પસ્તાવો , તેનુ દુઃખ માત્ર તેની આંખો મા દેખાઈ રહ્યુ હતુ . જે કદાચ મારા સીવાય અન્ય કોઈએ ધ્યાન થી નીરખ્યુ હશે નહી . એ દીવસે રૂદ્ર એકપણ શબ્દ બોલ્યો ન હતો . પ્રીયા જાણતી હશે કે કોલેજ મા ડી તેની રાહ જોઈ ને જ બેસેલો હશે માટે થોડા દીવસ તે કોલેજ મા દેખાઇ નહી . ડી નુ હૃદય શાંત થઈ રહ્યુ હતુ અને રૂદ્ર નો ભાર વધી રહ્યો હતો .

અમારી પરીક્ષા નુ પરીણામ આવ્યુ , કોલેજ મા બાડો પ્રથમ નંબરે હતો અને ડી ત્રીજો . રૂદ્ર પણ સારા માર્ક્સે પાસ થયો હતો . મારા અને પૂજા ના ગુણ અમારી આવદત થી ઓછા હતા . પ્રીયા બીજા નંબરે પાસ થઈ , તે હજુ સુધી કોલેજે આવી નહિ એટલે રૂદ્ર ને વધુ પસ્તાવો થયો , તે ડરી રહ્યો હતો કે તેના કારણે પ્રીયા કદાચ અનિચ્છનીય પગલુ ન ભરે , માટે એક દીવસ તે પ્રીયા ના ઘરે ગયો . જ્યારે તે ત્યાંથી પરત ફર્યો ત્યારે તેના ચહેરા પર થોડી રાહત થયેલી જણાઈ . મે તેને પુછ્યુ તો તેણે ઉતર મા માત્ર એટલુ જ કહ્યુ કે તેણે પ્રીયા ની માફી માંગી અને થોડો સમજાવવા નો પ્રયાસ કર્યો કે તે ડી સાથે જે કર્યુ તે ખોટુ હ્તુ . બીજા દીવસે પ્રીયા કોલેજ આવી અને ડી ને જોઈ ને તુરંત જ તેની પાસે પહોંચી

“ મને માફ કરજે , મે તારી સાથે બહુ જ ખરાબ વર્તન કર્યુ , જ્યારે તે જ મારી સાથે ઘટ્યુ ત્યારે મને તમારી તકલીફ ની અનુભુતી થઈ . હુ મારા વર્તન પરત્વે ખરેખર ખુબ લજ્જીત છુ . શક્ય હોય તો મને માફ કરજે . “

તેના શબ્દો એ ડી ને થોડો વીચારતો કર્યો . ધીરે ધીરે તે પણ અમારા મીત્રમંડળ નો ભાગ બની . ડી ને પણ પોતે કરેલ કાર્ય પર પછતાવો થઈ રહ્યો હશે માટે તે પણ પ્રિયા સાથે હળવા મુડે ચર્ચા કરતો થયો . તેનાથી પ્રિયા ની ગ્લાની પણ ઓછી થઈ . છેવટે આટલી ભેજામારી પછી કઈંક સારુ થયુ હોય તેવુ લાગ્યુ . પ્રીયા મા જે પરીવર્તન આવ્યુ અને રૂદ્ર એ જે રીતે મારા માટે આવુ કપરુ કાર્ય કર્યુ માટે પૂજા ના કારણે અમારા વચ્ચે આવેલ વિરોધાભાસ દુર થયા .ત્યાર બાદ રૂદ્ર એ ક્યારેય મારી અને પુજા વચ્ચે માથુ માર્યુ નહી અને મે ક્યરેય તેને પુછ્યુ નહી . “

“ તમારા અને રૂદ્ર ના સબંધો સુધર્યા , ડી ની ઘૃણા ઓછી થઈ , અને રૂદ્ર ને એક વધારે પ્રસંગ નો પછતાવો સહન કરવો પડ્યો નહી , આ પુરાણ માથી ઘણા સકારાત્મક પરીણામો મળ્યા “ કાવ્યા એ તેનો અભીપ્રાય પ્રકટ કર્યો

“ હા ! પરીણામ સકારાત્મક મળે એટલુ ઘણુ , પણ રૂદ્ર હજુ આ પ્રસંગ ને પોતાની ભુલ જ સમજી રહ્યો હતો .  કારણ કે તેને તૃષા જોડે એ બાબતે વાત કરતા મે સાંભળેલો . તેના પોતાના પરીમાણો ઉચ્ચ હતા માટે તે દુખી હતો . પણ તૃષા તેને સમજાવી શક્તી માટે તે ચિંતા ન હતી , “

“ તમે પુજા થી બહુ ડરતા નહી ? “ કાવ્યા એ સૌમ્ય ની મશ્કરી કરવા હસતા હસતા કહ્યુ , સૌમ્ય કાવ્યા ના નિર્દોષ હાસ્ય ને કારણે મશ્કરી સમજ્યો જ નહી , આમ પણ સૌમ્ય કાવ્યા ને વીવાદ મા હરવી શકે તેમ ન હતો માટે તે હથીયાર ત્યાગવામા સહેજ પણ ખંચાયો નહી

“ હુ તો તારાથી પણ ખુબ ડરુ છુ ? “

“ મારા થી ડરવાની કોઈ જરુર નથી , હુ કઈ ઝાંસી ની રાણી લક્ષ્મીબાઇ નથી કે તલવાર લઈ ને તમારી પાછળ પડુ ? “

“ તો પછી બીજુ ચક્કર ચલાવવામા કોઈ વાન્ધો નહી લે તુ મને હેરાન કરે તેમ નથી . “

“ અચ્છા ! તો પુજા હેરાન કરે એવી હતી ? “ કાવ્યા બોલાયેલુ ગળી શકે નહી માટે તેણે વિષય ફેરવવા પ્રયાસ કર્યો . “ હુ એક તમારા થી સચવાઈ શકુ તેમ નથી તો પછી શા માટે હુ ચિંતા કરુ ? “ નિશાન અનાયાસે ભેદાઇ ચુક્યુ હતુ . થોડી ક્ષણ ની શાંતિ પછી સસુમ્ય બોલ્યો .

“ થોડીવાર મા આવુ , પછી આગળ વધીએ “ સૌમ્ય કાવ્યા ને વીચારવમળ મા છોડી બહાર જતો રહ્યો .



તમારી પજવતી આંખો જોઈ કોઈ નાહક નુ રડતુ હશે ,

તમારા શબ્દો સાંભળવા કોઈ અમસ્તુ જ તરસતુ હશે ,

શુ કામ પજવો છો તેને જે તમારા માટે જીવે છે ,

બસ એકવાર નજર ઠેરવો કોઈ એ માટે વલખતુ હશે ,

શુ કામ પુછો છો તમારા દીલ ને હુ તેને બોલાવુ કે નહી

    બોલાવી તો જુઓ તેની આંખો મા જીવનમરણ તરસતુ હશે ,