માહી-સાગર (ભાગ-૭)

(40)
  • 2.6k
  • 3
  • 1.1k

             જાણે રાસ ની રમઝટ જામી હું શ્યામ ને જાણે માહી મારી રાધિકા બસ તાળીઓ ના તાલે એકમેકને સંગાથે રાસ રમી રહ્યા હતા.. મને લાગ્યું જાણે માહી મારા માટે જ બની છે.. બસ હવે સમય મળતા જ હું એને મારા દિલની વાત કહી દઈશ..              આમને આમ એક પછી એક દિવસ અને નવરાત્રીની એક પછી એક રાત વિતતી ગઈ અને જાણે અમારા હદય એક થતા ગયા..માહી પ્રત્યેનો મારો પ્રેમ દિવસે ને દિવસે વધી રહ્યો હતો.. બીજી તરફ માહી પણ શાયદ મારા પ્રત્યે દિવસે ને દિવસે ખેંચાઈ રહી હતી..