જબાલ શામ પર્વત: વાદળથી વાતુ કરે

  • 1.4k
  • 627

વાદળથી વાતુ કરી - જબલ શામ અમે 19.4.19 ના જબલ શામ, ઓમાનના સહુથી ઊંચાં પર્વતીય સ્થળની મુલાકાત લીધી. આજગ્યા 3000 ફૂટ થી વધુ ઊંચી છે. ઓમાનીમાં જબલ એટલે પર્વત. જગ્યા આમતો એટલી ઊંચી જગ્યાએ અને રસ્તો એવો કે 4x4 ટ્રાન્સમિશન વાળી ઊંચી કાર જ જોઈએ. છતાં પુત્ર સાહસ ખેડી પોતાની સ્વ માલિકીની ટોયોટા કેમરી માં જ પોતે ડ્રાઇવિંગ કરી પર્વતાળ, 37 કીમી કાચા પથરીલા રસ્તા અને ઉબડખાબડ જગ્યાએ અતિ સીધા ઢાળ પર થઈ લઈ ગયો. અમે ચાર અને બે વર્ષનો પૌત્ર મસ્કત ઘેરથી પોણા આઠે નીકળી નિઝવા શહેર અને ત્યાંથી થોડે દુર મોટું 5-6 મુખ્ય જગ્યાએ જતું જંકશન વટાવી તનુફ