પ્રેમની પેલે પાર... - ભાગ - ૧૭

(90)
  • 3.5k
  • 13
  • 1.6k

આગળ ના ભાગ માં આપણે જોયું કે સૌમ્યા પ્રથમ ને જાણવી ને ઇન્ડિયા આવે છે. આકાંક્ષા જણાવે છે કે એને આંતરડા નું કેન્સર છે હવે આગળ... ***** કાફલો તૂટી પડે દુઃખોનો અચાનક, સમય આપી જાય માત અચાનક, નથી મળતું કોઈ નિવારણ જેનું, ખુદા ઘડી જાય એવું ભાગ્ય અચાનક.. "શું..??", સૌમ્યા એકદમ ચોકી જ ગઈ. એને આવો વિચાર તો સ્વપ્ને પણ આવ્યો ન હતો. એનું મગજ જાણે થોડી સેકેન્ડ માટે બંધ થઈ ગયું હોય એમ એ આગળ કઈ જ ન બોલી શકી. "હા સૌમ્યા.. મેં આ વાત હજુ કોઈ ને કરી નથી. ના મારા પેરેન્ટ્સને ના અભી ને..", આકાંક્ષા રડતા રડતા