ઉદય ભાગ ૮

(53)
  • 2.6k
  • 4
  • 1.2k

અઠવાડિયા પછી મોટીબેન અને દેવાંશી મુંબઈ જવા નીકળી ગયા . દેવાંશી ગામમાં હતી ત્યાં સુધી રોજ પલ્લવ ને મળતી અને કલાકો સુધી વાતો કરતી . ઘણા બધા કેસ અને અનુભવો પલ્લવે શેર કર્યા. દેવાંશી ના ગયા પછી પલ્લવ બે ત્રણ દિવસ તો દેવાંશી સાથે માણેલી પળો ને વાગોળતો રહ્યો પણ પછી મનને વાર્યું કે હવે શોભા ને દગો નહિ દઉં . ચોમાસુ બેસું બેસું થયી રહ્યું હતું . છેલ્લે જયારે વાદળો એ દેખા દીધી એટલે ગામમાં આનંદ છવાયી ગયો ખેતર તો ખેડાયી ગયા હતા પણ વાવણી માટે એક વરસાદ ની રાહ જોવાઈ રહી હતી . આમ તો જ્યોતિષીઓ એ ૧૬