તો હું ઘરે પાછી નહીં આવું...

(20)
  • 2.7k
  • 3
  • 634

'તો હું ઘરે પાછી નહીં આવું...' - હર્ષદ દવે (સત્ય ઘટના પરથી) સ્નેહા ભણવામાં બહુ હોંશિયાર. તે વર્ગમાં હંમેશા પ્રથમ નંબરે પાસ થતી. તેનાં મમ્મી-પપ્પાની તે લાડકી હતી. તે બહુ ડાહી હતી. પણ તે એટલી જીદ્દી હતી કે તેના દાદી સિવાય કોઈને ય ગણકારતી નહીં. તેનાં માતા-પિતા સામાન્ય નોકરી કરી ઘરનું ગાડું ગબડાવતા હતા. તેઓ વચ્ચે ક્યારેક બોલાચાલી થતી. સ્નેહા તે સાંભળતી. તેને થતું કે બંનેની આવક ઓછી લાગે છે એટલે ઘરખર્ચને પહોંચી વળી શકતા નથી. તેવામાં દાદીમાએ એકવાર તેના પુત્રને કહ્યું, 'બેટા, મારાથી ચલાતું નથી અને ઉઠબેસ થઇ શકતી નથી.' ની-રિપ્લેસમેન્ટની મોંઘી સારવાર તેમને પોસાય તેમ ન