વીર વત્સલા - 3

(74)
  • 3k
  • 3
  • 3k

સાંજ પડતાં પહેલાં તો ચંદ્રપુરના પાદરે જુવાનિયા ભેગા થવા લાગ્યા. આજે તો ઘરડાઓ પણ ખાસા હતા. વાતાવરણમાં ઉશ્કેરાટ હતો. અમુકને માટે આ ફરમાન રોજગારીની નવી તક બનીને આવ્યું, તો અમુકને માટે આ બસ એક તમાશો હતો. લડાઈની રમ્યકથાઓ અને અફવાઓ તો આમેય રોચક હોય. એક જવાનિયો તો પોતાની બેનાળી લઈને દોડી આવ્યો.