બુધવારની બપોરે - 2

(78)
  • 5.6k
  • 2
  • 4.1k

ગુજરાતીઓ કોઇ હિલ સ્ટેશને જાય તો ઉતરવા માટે હોટલના રૂમનો ભાવ નથી પૂછતા, આખા હિલ સ્ટેશનનો ભાવ પૂછી લે, (‘શું ભાવે આલ્યું આ તમારૂં મહાબળેશ્વર...?’) એટલો પૈસો એમની પાસે પડ્યો છે. આમે ય, જગતભરના કોઇ પણ હિલ સ્ટેશને જાઓ, ત્યાં સૌથી વધુ ગુજરાતીઓ જોવા મળે. પંજાબીઓ અને રાજસ્થાનીઓ ખરા, પણ મહારાષ્ટ્રીયનો ભાગ્યે જોવા મળે. જે જોવા મળે, એ ઑફિસના કામે અને ખર્ચે આવ્યા હોય.