Budhvarni Bapore book and story is written by Ashok Dave Author in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Budhvarni Bapore is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બુધવારની બપોરે - Novels
by Ashok Dave Author
in
Gujarati Comedy stories
ચોર અને ચૌકીદારનો પ્રભાવ વિપક્ષોમાં એટલી હદે વધી ગયો કે બધાએ પોતાના નામની શરૂઆત ‘ચ’થી કરી દીધી અને એમ મીટિંગ બોલાવી. ચોનિયા ગાંધી, ચાહુલ, ચિયંકા, ચોબર્ટ ચાડ્રા, ચમતા ચૅનજીર્, ચાયાવતી, ચખિલેશ ચાદવ, ચરદ ચવાર...
ચોનિયાની અધ્યક્ષતામાં મીટિંગ શરૂ થાય છેઃ
ચોર અને ચૌકીદારનો પ્રભાવ વિપક્ષોમાં એટલી હદે વધી ગયો કે બધાએ પોતાના નામની શરૂઆત ‘ચ’થી કરી દીધી અને એમ મીટિંગ બોલાવી. ચોનિયા ગાંધી, ચાહુલ, ચિયંકા, ચોબર્ટ ચાડ્રા, ચમતા ચૅનજીર્, ચાયાવતી, ચખિલેશ ચાદવ, ચરદ ચવાર...
ચોનિયાની અધ્યક્ષતામાં મીટિંગ શરૂ થાય છેઃ
ગુજરાતીઓ કોઇ હિલ સ્ટેશને જાય તો ઉતરવા માટે હોટલના રૂમનો ભાવ નથી પૂછતા, આખા હિલ સ્ટેશનનો ભાવ પૂછી લે, (‘શું ભાવે આલ્યું આ તમારૂં મહાબળેશ્વર...?’) એટલો પૈસો એમની પાસે પડ્યો છે. આમે ય, જગતભરના કોઇ પણ હિલ સ્ટેશને જાઓ, ...Read Moreસૌથી વધુ ગુજરાતીઓ જોવા મળે. પંજાબીઓ અને રાજસ્થાનીઓ ખરા, પણ મહારાષ્ટ્રીયનો ભાગ્યે જોવા મળે. જે જોવા મળે, એ ઑફિસના કામે અને ખર્ચે આવ્યા હોય.
સમય હશે સાંજે ચાર-પાંચ વાગ્યાનો. હું ડ્રૉઇંગ-રૂમમાં બેઠો બેઠો કાંઇ કરતો નહતો. મને કાંઇ ન કરવું ખૂબ ગમે. એ મારી હૉબી પણ છે. છતાં ય, નવરા બેઠા કંઇક કરવું જોઇએ, એવું મોટા ચિંતકો કહી ગયા છે, એ ધોરણે મને ...Read Moreઅઘરૂં પડે, એ ‘વિચારવાનું’ શરૂ કર્યું. દીવાલો ઉપર વૉલ-પૅપર નંખાવવા જોઇએ કે આખી દીવાલ નવી નંખાવવી જોઇએ, એ સવાલનો જવાબ શોધવા હું દીવાલની સપાટી, ખૂણા, કલર અને આકાર ચિંતનપૂર્વક જોતો હતો.
નર્સરીમાંથી સુંદર મજ્જાના બાળકો છુટતા હોય ને ડૅડી લેવા આવ્યા હોય, ત્યારે સ્કૂલના ગૅટમાંથી એક પછી એક નીકળતા બધા બાળકો ઉપર એની ચાંપતી નજર હોય ને જેવું પોતાનાવાળું આવે એવું જ, બહુ મોટું કામ કરી બતાવ્યું હોય એમ, ચેહરા ...Read Moreવિજયી સ્માઇલ સાથે બાળકને ઉપાડી લેવાનું...
નામ એમનું જલસુભાઇ. વાઇફને સીધું ‘વાઇફ’ કહીને જ બોલાવતા. અલબત્ત, વાઇફનું પોતાનું કહી શકાય એવું આગવું એક નામ હતું, ‘કદમ્બિની’. જ્ઞાતિમાં સદીઓથી ચાલી આવતી ફૅશન મુજબ, નામ અન્ય કોઇએ પાડ્યા ન હોય, એવા જ પાડવાના, પણ આખું ‘કદમ્બિની’ બોલાવતા ...Read Moreબૂમ પાડતા તો કેટલાને ફાવે? કેટલાકને ‘કદ્દુ’ સહેલું તો પડ્યું, પણ ઘરમાં કોક વળી થોડું હિંદી ભણેલું નીકળ્યું અને સ્માઇલ સાથે સૂચન કર્યું, ‘‘કદ્દુને ગુજરાતીમાં ‘કોળું’ કે કોઇક વળી ‘દૂધી’ પણ કહે છે એટલે આવું ‘નીક નૅઇમ’ સારૂં નહિ લાગે. એટલે કદમ્બિનીને ઘરમાં બધા ‘બિની’ને નામે બોલાવતા. નામમાંથી આખે આખું કદમ્બ વૃક્ષ ઉખાડીને ફેંકી દેવાયું.