મૂંગા સપના

(18)
  • 2.2k
  • 12
  • 643

        આખરનો સમય આવે એટલે દરિયો પણ દરવાજા બંધ કરી દે. કેદમાંથી છૂટેલા મોજાંને પછી આભને આંબવના કોડ જાગે. ચોમાસાના મંડાણ થતા પેલા ભયાનક ડુંગરા જેમ ગાજવીજ સાથે ડોલી ઊઠે એમ ખારા પાણીના પર્વતો મધદરિયે હોંકારે ચઢે. મહાકાય જહાજોને પણ ખુલ્લે ચોક પડકારે. કોઈથી પકડ્યા ન પકડાય એ મોજાં. એટલે પછી નછૂટકે ખારવાઓ ખમ્મા કરે. આઠ આઠ મહિના તોફાની દરિયાના સીના ઉપર ઝઝૂમ્યા પછી આ ટાણે વહાણો કિનારે લાંગરી જ દેવા પડે. આખું વરસ દરિયાના ખરાં પાણીમાં માછલાં પકડી પકડીને જીર્ણ થયેલી જાળને સાંધાવાનો પછી શિરસ્તો શરૂ થાય. બંદર આખામાં ઠેર ઠેર જાળના ઢગલા થાય. કોઈ વહાણમાં,