રણમાં ખીલ્યું ગુલાબ - 10

(227.9k)
  • 30.4k
  • 21
  • 19.5k

“ઓયે નિરમલ......! અબ તૂ જવાન હો ગયા. ક્યા કરનેકા ઇરાદા હૈ અબ?” એક વડીલે નિર્મલજીત સિંહ નામના 22-23 વર્ષના ભરજુવાનને પૂછ્યું. નિર્મલજીત સિંઘ પંજાબના લુધિયાણા પાસેના ઇઝેવાલ દેખા નામના નાનકડા ટાઉનમાં જન્મેલો છોકરો. વીસી પૂરી કરતાંમાં તો કાઠું કાઢી ગયો હતો. છ ફીટ બે ઇંચની હાઇટ. ઉપર પગડી. જોનારાને ડારી દે તેવી આંખો. ચહેરાને શોભા આપતી દાઢી. અને વિજયની મૂદ્રા સૂચવતી મૂછો.