Ran Ma khilyu Gulab book and story is written by Sharad Thaker in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ran Ma khilyu Gulab is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
“જનકભાઇ, આખા દૂધની ચા મુકાવડાવો! ને સાથે કંઇક ગરમ નાસ્તો પણ જોઇશે. આજે તો એક સો એકાવન રૂપીયાની દક્ષિણા લીધા વગર હું તમારા ઘરેથી જવાનો નથી.” લાભશંકર ગોર ઊંબરો વળોટીને ઓસરીમાં આવતામાં જ છાતીનો ઊછાળ ઠાલવી બેઠા.
બિલ્વા આજે ભયંકર ગુસ્સામાં હતી. કેમ ન હોય? કોઇએ આજે એનાં નામે પ્રેમપત્ર લખી મોકલ્યો હતો. સાંજે કોલેજમાંથી છૂટીને એ જ્યારે ઘર તરફ જવા નીકળતી હતી, ત્યારે એને ખબર પડી. પહેલાં એણે પર્સ હાથમાં ઊઠાવ્યું, પછી બેન્ચની નીચેના પાટીયા ...Read Moreપડેલી નોટબૂક ખેંચી, એ સાથે જ અંદરથી એક કવર સરી પડ્યું.
બ્યુટી બરડીયા બ્યુટીફુલ છોકરી હતી. હજી સોળ જ વર્ષની હતી, પણ એની શરૂઆત જોઇને ખબર પડી જતી હતી કે આગળ જતાં આ છોકરી અસંખ્ય પુરુષોની કત્લેઆમ કરવાની છે. જો રાત ઇતની રંગીન હૈ, તો સુબહ કિતની સંગીન હોગી?!?
બારમું ધોરણ ...Read Moreકરીને બ્યુટી અમરેલી જીલ્લાના ખાંભા ગામમાંથી વધુ ભણવા માટે અમદાવાદ જતી હતી. ત્યાં એનાં મામનુ ઘર હતું.
બ્યુટીની મમ્મીએ સૂચનાઓ અને સલાહનો વરસાદ વરસાવવો શરૂ કરી દીધો.
એક જાણીતા અખબારના તંત્રીએ પટાવાળાને આદેશ કર્યો, “આપણાં ન્યૂઝ પેપરનો કોઇ રીર્પોર્ટર હાજર છે? તપાસ કરીને જે હોય તેને મારી પાસે મોકલી દે.”
થોડી જ વારમાં ઉન્મેશ પટેલ હાજર થઇ ગયો, “યસ, બોસ!”
“પટેલ, તારે એક કામ કરવાનું છે. સરકારી કોલેજમાં ...Read Moreકરતા કોઇ પ્રોફેસરનો ઇન્ટર્વ્યુ કરવાનો છે.”
“કરી લાવું પણ ચર્ચામાં ખાસ એની પાસેથી શું કઢાવવાનું છે?”
અભિનવે જીપની બારીનો કાચ નીચે ઊતાર્યો. જાણે ઝાપટ વાગતી હોય તેવી વરસાદી વાંછટ એના જમણા ગાલ પર ધસી આવી. આવા તોફાની વરસાદમાં પૂછવું તો પણ કોને કે, ‘મને ગોરધનદાસ એસ્ટેટ તરફ જવાનો રસ્તો બતાવો.’
પાણીની દિવાલની આરપાર એક આદમીનો આકાર ...Read Moreસસ્તા પ્લાસ્ટિકનુ આવરણ ઓઢીને કોઇ ગરીબ માણસ પગપાળા ચાલતો જઇ રહ્યો હતો. અભિનવે બૂમ પાડવા જેવા અવાજમાં પૂછ્યું, “ એ ભાઇ.....!” પેલો ઊભો રહી ગયો. અભિનવે પૂછ્યું, “મારે ગોરધનદાસ એસ્ટેટ જવું છે. આ રસ્તે થઇને જવાશે ને?”