64 સમરહિલ - 12

(176.3k)
  • 13.1k
  • 7
  • 10k

છપ્પન ભાગવાનું ટાળે એ માટે ચોરેલી મૂર્તિ ઈકોસ્પોર્ટની પાછળી સીટના મોડિફાઈ કરેલા ખાનામાં રાખીને તે અહીં આવ્યો હતો એ નિર્ભિકતા હવે તેને પોતાની સરાસર બેવકૂફી લાગતી હતી. 'પ્લાન બદલવો પડશે..' ખિસ્સામાંથી રૃમાલ કાઢીને ચહેરા પરનો પસીનો લૂછતા તે મનોમન બબડયો. પોલીસ તેની ધારણાથી અનેકગણી વધારે ચબરાકીથી અને પોલીસને કદી સુસંગત ન લાગે એટલી ઝડપથી તપાસમાં જોતરાઈ ગઈ હતી.