ઉચ્છેદિયું

  • 1.8k
  • 2
  • 574

       સૂરજ પશ્ચિમ તરફ ઢળ્યો હતો. ફળીમાં ન જાણે કેમ પણ આજે સૂનકાર હતો. સૌ મનેખ હજુ રોજિંદી મજૂરીએથી પાછું નો'તું આવ્યું. બે-ચાર ઘૈડિયાની માંહોમાંહ્યની વાતો સિવાય વાતાવરણ શાંત હતું.         "આહા...હા...હા...!! સુ કળજગ બેઠ્યો સે, હગ્ગા મા જણ્યાય જણનારીને પાલવવા તિયાર નહિ" ઉચાટ ભર્યા સ્વરે જમનાએ મનનો ઉકળાટ કાઢ્યો. "એ તો બુન ધાર્યું ધણીનું થાય."કહીને સવલીએ જમનાને જવાબ વાળ્યો.       ધનો અને ધૂળો કમુબાના કુખે જોડિયા અવતરેલા સગા ભાઈઓ. માએ પેટે પાણા બાંધીને ખઉ ખઉ થતી ગરીબીમાં ઉછેરેલાં. બાપની છાયા તો બાળપણામાં જ બન્નેએ ગુમાવેલી. પછી તો ધનો-ધૂળો એવા કુરંગે રંગાયા કે ભર્યાભાદર્યા ખોરડાંનું ધનોતપનોત નીકળી ગયું.