શકરો પવુ

(27)
  • 2k
  • 2
  • 717

શકરો પવુ સીત્તેરના દાયકાના અમદાવાદની રોનક જ કંઇક અલગ હતી. ભારતનું માન્ચેસ્ટર ગણાતું અમદાવાદ કંઇ કેટલીય મીલો ને પોતાનામાં સમાવીને બેઠું હતું. સીતેરથીય વધુ મીલો એ વખતે અમદાવાદમાં ધમધમતી હતી. દરેક મીલોમાં ત્રણ પાળીમાં હજારો કામદારો કામ કરતાં. રાતપાળીના કામદારોના કોલાહલથી રાત્રે પણ આ શહેરમાં ધમધમાટ ચાલુ જ રહેતો. રાતપાળીના કારીગરો માટે અમુક દુકાનો મધરાતેય ખુલ્લી હોતી. મહેનત મજૂરી કરીને થાકેલા કામદારો માટે કંદોઇઓ રાત્રે ખાસ તાજી જલેબી બનાવતા, જેના માટે પડાપડી થતી. રાત દિવસ મીલોના ધુમાડા છુટતાં. અમદાવાદની હવામાં મીલોના ધુમાડાની એક અજબ વાસ રહેતી. મીલ કામદારોના રહેવા માટે મોટેભાગે મીલોની આજુબાજુમાં જ ‘ચાલ’ વસાવવામાં આવી હતી. આવી