લાઇમ લાઇટ - ૨૨

(223)
  • 4.6k
  • 10
  • 3.2k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૨ "લાઇમ લાઇટ" ની સફળતાની ચિંતા કરતા પ્રકાશચંદ્રએ સ્થિતિ જાણવા પીઆરનું કામ કરતા સાગર સાથે વાત કરી ત્યારે તેણે ફિલ્મને રસીલીને કારણે વાંધો નહીં આવે એવું કહ્યું. પ્રકાશચંદ્રને થયું કે તેમણે આટલી બધી ફિલ્મો આપી હોવા છતાં નવીસવી રસીલીને કારણે ફિલ્મ ચાલશે એનો મતલબ શું? પોતાની આટલી વર્ષોની મહેનત અને નામની કોઇ કિંમત જ નથી? સાગરની વાતથી ઠેસ પામેલા પ્રકાશચંદ્રએ જરા કડક અવાજમાં પૂછ્યું:"સાગર, તારો કહેવાનો મતલબ શું છે? મને કોઇ ઓળખતું જ નથી..? મારા નામ પર ફિલ્મ ચાલવાની નથી?" સાગરને સમજાઇ ગયું કે પ્રકાશચંદ્ર વાસ્તવિક્તા સ્વીકારી શકશે નહીં. એટલે તેણે પ્રકાશચંદ્રને સારું લાગે એવી