બુધવારની બપોરે - 16

(23)
  • 2.7k
  • 5
  • 1.1k

ગુજરાતીઓ અરીસામાં જેટલી વાર જુએ છે, ત્યારે જુઠ્‌ઠું જુએ છે. એ પોતાનું ફક્ત ઉપલું ફિગર જુએ છે. કોઇ એ જોવા નથી માંગતું કે, બાલ્કનીમાં ઉંધા સુકાતા લેંઘાની જેમ પેટ કેવું લટકતું ઝૂલી રહ્યું છે! આવું પેટ આખા બૉડીનો (...અને બાલ્કનીનો) આકાર બગાડી નાંખે છે. આ કાંઇ પૂર્ણકળાએ ખીલેલા પેટોની વાત નથી ચાલતી, બહાર આવું-આવું કરતા તોફાની પેટોની વાત થાય છે. મોટા પેટો બ્લૅક-મની જેવા હોય છે. જેટલા સંતાડી રાખો એટલા બહાર આવે ને પત્તેડી ઝીંકે.