નિબંધ ઉપર નિબંધ ઉપર નિબંધ

  • 2.3k
  • 583

નિબંધ ઉપર નિબંધ ઉપર નિબંધ...! નિબંધ ઉપર નિબંધ લખવાની વાત જાણી, એક ઘરવાળી ઉપર ઉપર બીજી ઘરવાળી ઠોકી બેસાડવા જેવી ચેષ્ટા કરું છું એવું રાખે માનતા...! આ તો મારી મતિને મોતિયો આવ્યો હોય એમ, હું આજે નિબંધના રવાડે ચઢી ગયો. બાકી પૃથ્વી તો ઠીક, આખું બ્રહ્માંડ ઢંકાય જાય એટલાં નિબંધો જુદી જુદી ભાષામાં લખાયા છે. છતાં દરિયામાં એક લોટો પાણી ઠાલવવાનું સાહસ કરું છે, મારા આ સાહસને બિરદાવો નહિ તો ચાલશે, ઠપકારતાં નહિ ભાઈ સા’બ....! માણસ છું, એટલે કોઈપણ ચેષ્ટા કે સળી કરવાની ઈચ્છા થઇ આવે..! એના