અજવાળાંનો ઓટોગ્રાફ - 14

(21)
  • 2.3k
  • 3
  • 884

કેશલેસ ટ્રાન્ઝેક્શન અને પેટીએમના યુગમાં પહોંચી ગયેલા આપણા માટે ‘ઉધાર’ નામનો શબ્દ ગીરના સિંહોની જેમ ધીમે ધીમે નાશ પામતો જાય છે. ખિસ્સામાં રહેલી ગુલાબી રંગની નોટને કારણે આપણો ચહેરો પણ જ્યારે ગુલાબી થઈ જાય ત્યારે સમજાય કે કરન્સીનો કલર બહુ જલદી ચડે છે. ક્રેડિટકાર્ડ લઈને વિશાળ મોલમાં ખોવાયેલા આપણને ક્યાંક જો આપણા પપ્પાનો ભૂતકાળ જડી જાય, તો એ ક્રેડિટકાર્ડની વેલ્યુ આપોઆપ વધી ગયેલી લાગે. આપણા ખિસ્સામાં રહેલા રૂપિયાની કિંમત વધારવાનો સૌથી સરળ રસ્તો એ જ છે કે એની સરખામણી આપણા મમ્મી-પપ્પાના એ દિવસો સાથે કરવી જ્યારે તેઓ આપણી ઉંમરના હતા.