લાઇમ લાઇટ - ૨૩

(219)
  • 5.7k
  • 9
  • 3.3k

લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૨૩ "લાઇમ લાઇટ" વિશે જ્યાં પણ અહેવાલ કે નાના-મોટા સમાચાર હતા એ પ્રકાશચંદ્ર માટે ખતરાની ઘંટડી જેવા હતા. ટ્રેડ એનાલિસ્ટ તરુણકુમારનો અહેવાલ સાચો માનવામાં આવતો હતો. અને તેમણે જાહેર કરી દીધું હતું કે ફિલ્મ દર્શકોને પસંદ આવી નથી. પ્રકાશચંદ્ર માટે આ વાત મોટા આંચકા સમાન હતી. આ ફિલ્મ માટે તે પોતાનું બધું જ દાવ પર લગાવી ચૂક્યા હતા. "લાઇમ લાઇટ" ફિલ્મની નિષ્ફળતાનો દીવા જેવો સ્પષ્ટ પુરાવો મળી ચૂક્યો હતો. એમને છાતીમાં કંઇક થયું અને એ ઢળી પડ્યા. બીજા રૂમમાં એમની જેમ જ ફિલ્મ વિશે વિચારતી કામિનીને ખબર જ ન હતી કે પ્રકાશચંદ્ર પડી ગયા છે.