મૉબ લિંચિંગ

  • 1.5k
  • 1
  • 471

ઓપન માઇકને શરૂ થયાને કલાકથી વધું સમય થઇ ગયો હતો. ઘણા બધા સરસ મજાના લોકોને સાંભળ્યા પછી મારા પરફોર્મન્સને હવે થોડી જ વાર હતી. એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા અવારનવાર નવા કવિઓ, લેખકોનો ઉત્સાહ વધારવા આવી ઓપન માઇક થતી રહેતી. હું ઘણા સમયથી આ સંસ્થાના ઓપન માઇકનો રેગ્યુલર સભ્ય રહ્યો હોવાથી આયોજકોના પ્રત્યક્ષ સંપર્કમાં હતો. ઉપરાંત અહીંના ઘણા લોકો મારી લેખનકળાથી સુપરિચિત હતા. આમ સાચું કહું તો અન્ય લેખકો અને વાંચકોના સહકારથી જ હું અહીં સુધી પહોંચ્યો હતો.એન્કરે મારા નામનો ઉલ્લેખ કરતા જ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે સહર્ષ એને વધાવી લીધું. હૉલ આમતો ઘણો મોટો હતો પણ ઉત્સાહીત લોકોનો તાળીઓનો અવાજ