64 સમરહિલ - 24

(213)
  • 8.8k
  • 12
  • 6k

એ અલાદાદ હબ્બાર હતો. રેગિસ્તાનના એકએક કણને પારખતો અને હવાના બદલાતા દરેક મિજાજને સૂંઘી શકતો ડેરા સુલ્તાનખાઁનો એ રહેવાસી. પાકિસ્તાનથી આવેલું કન્સાઈન્મેન્ટ ત્રણ દિવસથી ખુબરાની પેલે પાર રેતીના અફાટ ઢૂવાઓ વચ્ચે દટાયેલું પડયું હતું અને સળંગ બે દિવસથી એ રોજ સવારે અહીં આવીને કરિઅરની રાહ જોતો.