પ્રેમ ની પરિભાષા - ૨૦. કાવ્યા ની દાઝ

(16)
  • 1.8k
  • 3
  • 605

સવાર નો પ્રકાશ પથરાયો , પરંતુ જેમના હૃદય મા રાત્રી એ અંધકાર ફેલાવ્યો હશે તેમના માટે પ્રકાશ પાથરવાની ક્ષમતા સુર્ય મા નથી . સુર્ય આંખો સામેથી અંધકાર દુર કરી શકે પરંતુ જેમના આત્મા અને નયનો માંજ અંધકાર વ્યાપ્ત હોય તેમને નરી આંખે પ્રકાશ નિહાળવા સક્ષમ બનાવા તે તેના સમાન પ્રકાશ પુંજ માટે પણ અશક્ય છે . કાવ્યા એ સૌમ્ય ના જીવન મા એ અંધકાર ની અનુભુતી કરી હતી અને હવે તે રૂદ્ર ના જીવન ને પણ એ જ અંધકાર થી ભરવા માંગતી હતી . માત્ર અન્ય લોકો ને હેરાન કરવા એ નરી ક્રુપણતા છે . કાવ્યા રૂદ્ર ને એ અસહ્ય