indian lovestory - 20 books and stories free download online pdf in Gujarati

પ્રેમ ની પરિભાષા - ૨૦. કાવ્યા ની દાઝ


સવાર નો પ્રકાશ પથરાયો , પરંતુ જેમના હૃદય મા રાત્રી એ અંધકાર ફેલાવ્યો હશે તેમના માટે પ્રકાશ પાથરવાની ક્ષમતા સુર્ય મા નથી . સુર્ય આંખો સામેથી અંધકાર દુર કરી શકે પરંતુ જેમના આત્મા અને નયનો માંજ અંધકાર વ્યાપ્ત હોય તેમને નરી આંખે પ્રકાશ નિહાળવા સક્ષમ બનાવા તે તેના સમાન પ્રકાશ પુંજ માટે પણ અશક્ય છે . કાવ્યા એ સૌમ્ય ના જીવન મા એ અંધકાર ની અનુભુતી કરી હતી અને હવે તે રૂદ્ર ના જીવન ને પણ એ જ અંધકાર થી ભરવા માંગતી હતી . માત્ર અન્ય લોકો ને હેરાન કરવા એ નરી ક્રુપણતા છે . કાવ્યા રૂદ્ર ને એ અસહ્ય પીડા ની ઝાંખી કરાવવા તત્પર હતી . તે પથારી માંથી ઉઠી સૌમ્ય હજુ ઉંઘમાંજ હતો . તે તૈયાર થઈ અને નીચે આવી જ્યા મંડપ મુહુર્ત ની તડામાર તૈયારી ઓ શરૂ હતી . ચોતરફ કોલાહલ હતો , માણસો ચોતરફ દોડી રહ્યા હતા . કોઈની પાસે ફુરસદ હશે તેવુ કાવ્યાને જણાયુ નહી . તેણે એક ખુણા મા નિરીક્ષણ કરી રહેલા કરણ તરફ જઈ ને ધીરેથી કહ્યુ ,

“ રૂદ્ર ક્યા હશે ? મારે તેને હાલ જ મળવુ છે . “

“ કેમ ? તેની પાસે જઈ ને શુ કરશો ? “ કરણ કાવ્યા ના વ્યક્તિત્વ અંગે કોઈ અભીપ્રાય ઘડી શક્યો ન હતો ત્યારે તેનુ રૂદ્ર ને મળવા જવાનુ તેને સહેજ પણ બંધબેસતુ લાગ્યુ નહી .

“ તેણે સૌમ્ય ના હૃદય માં વિશ્વાસ નો કોઈ અંશ રહેવા દીધો નથી . માટે મારે ઉતર જોઇએ છે તેણે આવુ શા માટે કર્યુ ? તેને સૌમ્ય ના જીવન મા આવેલ પરીવર્તન થી અવગત કરવો છે . “

“ તે હાલ શીવમંદીર મા પુજા કરતો હશે . અંજલી ના ઘર બાજુ ... “ તે અટક્યો અને તેણે એક માણસ ને અવાજ કર્યો “ આ માણસ તમને ત્યા લઈ જશે . “ તેણે માણસ ને કાઈંક કહ્યુ અને ફરી કાવ્યા તરફ ફરી ને , “ તેને તૃષા વીશે સહેજ પણ માહીતી આપશો નહી અન્યથા મારા પ્રતીષોધ ની જ્વાળા ઓ પર ઠંડુ તેલ રેડાઇ જશે “

કાવ્યા એ હકર મા ગરદન ધુણાવી અને કરણે બોલાવેલ માણસ સાથે નીકળી . ગામ મા દરેક મકાન શણગારાયેલા હતા પરંતુ આજે કાવ્યા ને એ સુંદરતા દેખાઈ નહી . સ્ત્રી ની એ લાક્ષણિક્તા છે કે તે શાંત દેખાશે , તે અશક્ત લાગશે , તે આજ્ઞાકારી બની રહેશે પરંતુ જ્યારે કોઈ તેના પ્રિયપાત્ર તરફ આંગળી ચીંધશે ત્યારે તે અંબીકા બની જશે . કાવ્યા પણ નાગણ બની ચુકી હતી ભયંકર વિષ ની પોટલી ધારણ કરી ને તે તેના શત્રુ ને વિષ ની ભયંકર માત્રા અપવા જઈ રહી હતી .

તે ઓટલા પર પહોંચી અને તેણે તેની સાથે આવેલ માણસ ને પરત મોકલ્યો . સામે શીવમંદીર તરફ નજર પડતા કોઈ પુજા કરી રહ્યુ હતુ . તે એક જગ્યાએ બેસી થોડીવારે તેને લાગ્યુ કે પુજા પુરી થઈ હશે . તેણે ઉભા થઈ ને જોયુ તો એક માણસે પાણી મા કુદતો જોયો . સામે જ શીવજી બીરાજમાન હતા જેમનામા કયારેય શત્રુતા નો અંશ જન્મ્યો જ નથી તેની જ સામે કાવ્યા શ્રદ્ધા થી વીજય ની પ્રાર્થના કરી . શીવજી એ જાણે કહ્યુ કે તેમને શત્રુતા ના કારણ આવતી ભીડ થી વધુ હવે આવનાર એકલ દોકલ શ્રદ્ધાળુ ઓ આનંદીત કરી રહ્યા હતા . તે પાણી તરફ નજર ઠેરવી ને જોઈ રહી થોડા સમય બાદ પગથીયા પાસે વમળો દેખાયા અને રૂદ્ર જળ માંથી બહાર આવ્યો . કાવ્યા થોડી પાછળ હઠી સામેથી આવી રહેલા રૂદ્ર પર તેણે નજર ઠેરવી . તેણે રૂદ્ર વીશે ઘણી ધારણા બાંધી હતી તેજ આત્મવીશ્વાસ તેજ છટા તેજ પોતાના માંજ સર્વસ્વ સમાવી લેવાનો ભાવ ઉત્પન્ન કરતો રૂદ્ર તેની સામે જ હતો . તેના શરીર પર ધોતી અને ધોતી પર નુ માત્ર પાતળુ આવરણ ધારણ કર્યુ હતુ . તેમાંથી તેનુ માંસલ શરીર જોઈ શકાતુ હતુ . તેની છટા જાણે યુદ્ધ માંથી વિજય મેળવીને પરત આવેલ અપરાજીત યોદ્ધા સમાન લાગી રહી હતી .

રૂદ્ર ને સામે જ નીહાળીને કાવ્યા બધુ વીસરવા લાગી , તેને સૌમ્ય ની વાત યાદ યાદ આવી કે રૂદ્ર સ્વયં મહાદેવ હતો . તેના અંગેઅંગ માંથી સ્ફુરતુ તેજ તેની કાંતી ને અવેસ્મરણીય બનાવી રહ્યુ હતુ . કાવ્યા રૂદ્ર ની આખો ની ગહનતા માપી રહી . પરંતુ આજે સૌમ્ય એ કહ્યુ તેથી વીપરીત તેને તેમા થાક દેખાયો જાણે આંખો ને જન્મો થી આરામ જ મળ્યો હશે નહી .રૂદ્રમા માત્ર એ એક જ પરીવર્તન હતુ . મહાદેવ સમાન તેને જોઈ ને કાવ્યા ને ક્ષણભર માટે પોતાના પર સંદેહ થયો . તે હલાહલ ને કંઠ મા ધારણ કરનાર દેવાધીદેવ સમાન વ્યક્તીત્વ ધારણ કરનાર ને વિષની પોટલી અર્પણ કરવા આવી હતી . શુ આ વિષની અલ્પ માત્રા તેને કોઈ અસર કરશે .

રૂદ્ર એકદમ તેની સામે આવી ચુક્યો હતો . રૂદ્ર એ તેને જોઈ ને હળવુ સ્મીત આપ્યુ . મંત્રમુગ્ધ કરનાર એ મુસ્કાન નીહાળી એ કલ્પવુ અશક્ય હતુ કે એ સ્મીત મા કોઈપણ પ્રકારના ભાવ નો ભેગ નથી . કાવ્યા એ સ્મીત ને માપી લીધુ , તેણે પોતાની જાત ને રોકવા ના ઘણા પ્રયાસ કર્યા , છતા તેના અધર પ્રતીસાદ આપી ચુક્યા હતા . રૂદ્ર સામે કશુ છે જ નહી તેમ આગળ વધ્યો .

કાવ્યા એ પોતાના પર ફેલાયેલા ઓળાઓ ને હટાવ્યા , તે સજ્જ બની . જે પળ માટે તે પ્રતીક્ષા કરી રહી હતી તે પળ તેની સામેથી સરકી રહી હતી . રૂદ્ર એ ઘણુ વિષ સંગ્રહ્યુ હશે પરંતુ તેના વિષ થી તર તીર નો સામનો કરી શકે કે નહી ? તે જાણવા તેણે રૂદ્ર ને અટકાવ્યો .

રૂદ્ર એ પર્વત પર થી નીચે આવતા જળ ના ઘોષ સમાન અવાજે કહ્યુ , “ હા બોલો . તમને પહેલા ક્યારેય જોયા નથી . શુ તમે મને ઓળખો છો ? “

“ ના તમે મને નહી ઓળખો પરંતુ હુ તમને સારી રીતે ઓળખુ છુ . “ કાવ્યા એ તીરસ્કાર પુર્વક કહ્યુ .

“ તો કૃપા કરી તમારો પરીચય આપશો ? “ રૂદ્ર એ તીરસ્કાર જાણ્યો હશે છતા તેણે નમ્રતા થી પ્રતીભાવ આપ્યો . કાવ્યા થોડી છોભીલી પડી

“ હુ કાવ્યા છુ . તમને કદાચ તમારો એક જુનો મીત્ર યાદ હશે . જેની સાથે તમે ભુજ મા એમ.બી.એ કરતા હતા . જે તમને તેનો શ્રેષ્ઠ મિત્ર સમજતો હતો . ન ઓળખ્યા . જેની પ્રિયતમા પુજા સાથે તમે દુરાચાર કરવાનો પ્રયાસ કર્યો હતો . “ કાવ્યા એ રૂદ્ર નુ સ્મીત અદૃશ્ય થયેલુ નીરખ્યુ . “ હા એજ સૌમ્ય મારુ સર્વસ્વ છે . હુ તેમની અર્ધાંગના થવાની ઇચ્છા ધરાવુ છુ . “ કાવ્યા એ પ્રત્યેક શબ્દ પર ભાર મુક્યો હતો . તે તેના દરેક શબ્દ દ્વારા તે રૂદ્ર ને કેટલી ઘૃણા કરે છે તે જણાવવા માંગતી હતી .

રૂદ્ર એ તેજ નમ્રતા સાથે આનંદ ની મેળવણ કરતા કહ્યુ , “ તમે સૌમ્ય ને ચાહો છો ? તમને મળીને ખુબ આનંદ થયો . સૌમ્ય સાથે જીવન વ્યતીત કરવાનો નિર્ણય લઈ તમે ખુબ ઉત્તમ પગલુ ભર્યુ છે . તેનુ હૃદય પ્રેમાળ બાલક જેવુ છે . તેમા એકવાર સ્થાન મેળવનાર ને તે આજીવન ખુશ રાખશે . “

કાવ્યાએ તીરસ્કાર મા વધારો કરતા કહ્યુ , “ તેમનુ હૃદય ક્યા પ્રેમાળ બાળક જેવુ રહ્યુ છે . તે બધાને તીરસ્કારે છે . તેમને કોઈ પર વિશ્વાસ રહ્યો નથી . શા માટે તેને હવે કોઈ પર શ્રદ્ધા રહે ? જેના પર તેમણે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો તેણે જ તેનો વિચ્છેદ કર્યો . હવે તે મારા પર વિશ્વાસ કરતા પહેલા સો વાર વીચાર કરશે . “

રૂદ્ર એ સ્મીત સાથે ઉતર આપ્યો , “ નહી . જ્યારે તે તમારી આંખો મા ઉછાલા મારી રહેલી ઉર્મીઓ ને નીહાળશે ત્યારે તેને તમારા પર વિશ્વાસ મુકવા પર સંદેહ રહેશે નહી . મને તમારી આંખો મા તેના માટે પ્રણય સ્પષ્ટ દેખાય છે . “

કાવ્યા તેને તિરસ્કારી રહી હતી પરંતુ તે સામે પ્રેમ થી જવાબ આપી રહ્યો હતો . તેની નિર્લજ્જ માનવ ની જેમ આરોપ સ્વીકારવાની વૃતી એ કાવ્યાની ઘૃણામા અભીવૃદ્ધિ કરી .

“ હુ અહિ તારી પાસે પ્રેમનુ ભાષણ સાંભળવા કે પછી મારા પ્રેમ નુ પ્રમાણપત્ર મેળવવા માટે આવી નથી . મારે તારા જેવા નિર્લજ્જ માણસ પાસેથી સૌમ્ય ને કઈ રીતે પ્રેમ આપવો તે શીખવા ની જરુર નથી . પહેલા તારા હૃદય મા પ્રેમ ની જ્યોતી જગાવ પછી મને માર્ગદર્શન આપજે . “

કાવ્યા ની કટુતા ની રૂદ્ર પર કોઈ જ અસર થઈ નહી , “ અચ્છા ! તો પછી મને મુલાકાત આપીને કૃતાર્થ કરવાનુ કારણ જણાવશો ? “

રૂદ્ર નાં વ્યંગે કાવ્યા ના ગુસ્સા ની અગ્નિ મા તેલ હોમવાનુ કાર્ય કર્યુ , “ તમારા મિત્રની પ્રેમીકા સાથે અપકૃત્ય કરવાની ઇચ્છા રાખવાથી સહેજ પણ લજ્જા ન આવી ? સહેજ પણ વિચાર ન આવ્યો કે તેના કારણે તમારા મીત્ર પર શી અસર થશે ? તેમના પ્રેમ નો અંત તમારા કારણે થયો . તેના માટે સહેજ પણ પશ્ચાતાપ ની ભાવના મન મા છે ? “

“ મે એ કાર્ય કર્યુ માટે તમારે મારો આભાર માનવો જોઇએ . તેનો પ્રથમ પ્રણય નિષ્ફળ નીવડ્યો , માટે તમને તેના જીવનમા પ્રવેશવાનો અવસર મળ્યો . “

“ તારા સમાન નિષ્ઠૂર માનવી હજુ સુધી મે મારા જીવન મા જોયો નથી . તેઓ મારા જીવન મા આવ્યા તે મારુ સદ્ભાગ્ય છે . પરંતુ તારા કારણે તેણે કેટલી પીડા ભોગવી તેનો તને અંદેશો છે ? તે એમને ભોંકેલુ શુળ તેમને કેટલુ દર્દ આપે છે તે તુ જાણે છે ? તેમને જીવન મા સહેજ પણ રસ રહ્યો ન હતો . તેમની પીડા મારાથી સહન થતી નથી . હજુ તેઓ કશુ ભુલ્યા નથી . મારે માત્ર કારણ જોઈએ છે કે તે શા માટે એ કારસ્તાન કર્યુ ? તને કોઈ ના પણ જીવન સાથે રમત રમવાની સત્તા કોણે આપી ? તુ કઈપણ કરે અને તને કોઈ પુછશે પણ નહી એવુ લાગે છે ? “

“ શું ફરક પડે છે . જે વીતી ચુક્યુ છે તેના પરથી પરદો હ્ટાવવાનો કોઈ અર્થ નથી . મળેલા ઘાવ ફરી તાજા થશે , કારણ જાણ્યા પછી કદાચ પરિસ્થિતી મા એવુ પરિવર્તન આવે કે તેની અસર તારા પર જ થશે . ક્વચીત પુજા ફરી પાછી સૌમ્ય ના જીવન મા પરત ફરે અને તુ એકલી રહે . દબાયેલા મડદા અને ધરબાયેલા પ્રસંગો ઉંચકવાથી સમસ્યા નો ઉકેલ મળતો નથી માત્ર દુઃખ મળે છે . “

“ મારે તારી પાસેથી તત્વજ્ઞાન શીખવુ નથી . અને પ્રસંગો ઉંચકવાથી મને પીડા થશે તેનાથી તને શુ ફરક પડે ? જો સૌમ્ય ને શાંતી મળે તો હુ કોઈપણ પીડા સહન કરવા તત્પર છુ . તારા જેવા હૃદયવિહોણા માણસ ને તેની શી ખબર પડે ? તુ માત્ર કારણ આપ ? “

રૂદ્ર એ નિતાંત પ્રેમ થી કહ્યુ , “ સૌમ્ય ના જીવનમાં તમારા જેવી પ્રેમાળ વ્યક્તિ છે તેની મને ખુશી છે . મારો મીત્ર તમારા સમાન પ્રેમાળ વ્યક્તિ માટે ઝંખતો હશે ત્યારે તમે તેને સાથ આપ્યો છે . તમે તેને બચાવ્યો છે . તે ખરેખર ભાગ્યશાળી છે . તે તમારા પ્રેમાળ સ્વભાવને પીછાણે છે . અન્યથા ઘણા લોકો પ્રેમ સામે હોવા છતા તેને ઓળખવા આસમર્થ હોય છે . “

કાવ્યા એ ગુસ્સા ના આવેશ મા કહ્યુ , “ મારે માત્ર એ કારણ જાણવુ છે કે તે પુજા સાથે દુર્વ્યવહાર શા માટે કર્યો ? “

કાવ્યા એ રૂદ્ર ની આંખો મા ક્રોધ ની ટશરો ફુટતા જોઈ , “ હુ તમારા પ્રશ્ન નો ઉતર આપવો અનિવાર્ય સમજતો નથી . “

“ હુ પણ તને શા માટે પુછુ છુ ? તારી મતી ભ્રષ્ટ જ છે . તારી નિયત બગડી અને તે પુજા ને પામવાનો પ્રયાસ કર્યો . સૌમ્ય નો તો નહી પરંતુ તૃષા નો તો વીચાર કરવો હતો . તે બીચારી એવુ માની રહી હશે કે તુ તેને ખરા હૃદય થી ચાહે છે . તેનો શુ ગુનો ? તેના પર તો દયા રાખવી હતી . તે જાણશે તો તેનુ હૃદય ભાંગી જશે “ રૂદ્ર કશુ જ બોલ્યો નહી કાવ્યા ને લાગ્યુ કે તેના શબ્દો ની અસર થઈ રહી છે . “ તે બીચારી રાહ જોઈ રહી હશે . ખાવાનુ ભાન નહી હોય . આંખમાંથી ઉંઘ જતી રહી હશે . અનિમીષ નયને તારી પ્રતીક્ષા કરી રહી હશે . શુ તે કલ્પના એ પણ તને અટકાવ્યો નહી . “

વાતાવરણ મા શાંતી પ્રસરી રહી . રૂદ્ર ભુતકાળ ના ગર્ભ મા જઈ આવ્યો , એ શાંતી ને ચીરી ને રૂદ્ર એ ગંભીર અવાજે કહ્યુ , “ જેમ તમારે મારા અભિપ્રાય ની આવશ્યક્તા નથી તેમ જ મારે પણ તમારો અભીપ્રાય જાણવો નથી . હુ જાણુ છુ કે હુ શુ કરી રહ્યો છુ અને તૃષા પણ મને સમજશે . મારે તેને કોઈ કારણ આપવુ પડશે નહી . હુ તેને ચાહુ છુ એ તેના માટે પુરતુ છે . “

“ મારે એજ જાણવુ છે કે તૃષા તને શા માટે પ્રેમ કરે છે ? હુ તારી અને તૃષા પાસેથી શીખી હતી કે પ્રેમ શુ છે , પણ હવે મને એવુ લાગી રહ્યુ છે કે તે માત્ર મારો ભ્રમ હતો . તે ક્યારેય તૃષા ને પ્રેમ કર્યો જ નથી તો પછી તારી પાસેથી શીખેલા પ્રેમ ને હુ સાચો કઈ રીતે સમજુ ? “

“ પ્રેમ કોઈ પાસેથી જાણી શકાય ત્તેને કોઈ પાસેથી શીખી શકાય નહી . પ્રેમ હૃદય મા જન્મે છે . તને એવુ લાગે છે કે તે મને જોઈ ને પ્રેમ વીશે ધારણા ઘડી છે પરંતુ શુ એ ધારણા પ્રેમ છે ? શુ તુ મારી કે તૃષા ની માફક સૌમ્ય ને ચાહે છે ? વીચાર પ્રેમ તને કોઈએ આપો નથી . તારા હૃદયે જન્માવ્યો છે . એ રાત્રી એ શુ ઘટના બની એ મારે કોઈ ને જણાવવી નથી . પરંતુ જે થયુ તે ખુબ જ સારુ થયુ . મારો મિત્ર એ પુજાના સકંજા માંથી બહાર આવ્યો . તેના માટે તુ , સૌમ્ય કે સંપુર્ણ વિશ્વ મારી ઘૃણા કરે તો મને તે સ્વીકાર્ય છે . તમે બધુ જાણતા હો તેવુ લાગે છે સૌમ્ય એ તમને કહ્ય હશે . શુ તમને ક્યારેય એવુ લાગ્યુ કે પુજા અને સૌમ્ય એકબીજા ને ચાહતા હત ? “

“ ના “ રૂદ્ર એ કાવ્યા ને શાંત બની વીચારવા માટે વીવશ કરી હતી .

“ ઘટના જે પણ બની પરંતુ પરીણામ સારુ મળ્યુ છે તો ઘટના અને તેનુ કારણ જાણી ને શો ફાયદો ? “

કાવ્યાએ પોતાની જાત ને રૂદ્ર એ પાથરેલા જાળ મા ફસાતી નીહાળી અને કબુતર જાળમાંથી છુટવા પ્રયાસ કરે તેમ કાવ્યા પ્રયત્નશીલ બની .

“ પણ એ ઘટના થી સૌમ્ય પર શુ અસર થશે તે તો વીચારવુ હતુ ? ખુમારી વેંચીને ફાયદો થાય તો તેનાથી નુકશાન વેંઠવુ સારુ . “

“ ઘણુ સારુ તત્વચિંતન તમે પણ જાણો છો . મારે તમારી પાસેથી શીખવુ પડશે . “ કાવ્યા એ કહેલ દરેક કટુવચનો રૂદ્ર એ નિઃસંકોચ સ્વીકાર્યા હતા . યુદ્ધ મા વિજય માટે યોદ્ધા મરણીયા પ્રયાસ કરે છે ત્યારે તે તેના સૌથી ઘાતક શસ્ત્રો અંત માટે બચાવી રાખે છે , કાવ્યા એ હવે એ અંતીમ અસ્ત્રો ચલાવવા ના હતા જે તેણે રૂદ્ર ને હીન દર્શાવવા માટે સાચવ્યા હતા .

“ મારામા તમારા જેવી આવડત નથી . બધાને મીઠી વાતો ના જાળ મા ફસાવી લેવાની અદ્ભુત ક્ષમતા તમારી પાસે છે . એ તમે ચોક્કસ શીખવજો “

“ તમારુ તાત્પર્ય શુ છે ? “ રૂદ્ર એ અજાણ બનવા નો પ્રયત્ન કર્યો .

“ પહેલા પુજા ને ફસાવવા નો પ્રયત્ન કર્યો તેમા ફાવ્યો નહી માટે અંજલી પર જાદુ ચલાવ્યો . તેના પરીવારના ગળે પણ ઘુંટ ઉતારવામા સફળ થયો . થોડો સમય તારી સાથે વીતાવીશ તો કદાચ મારા પર પણ તારી જાદુઈ અસર થઈ જશે . “

કાવ્યા ના શબ્દો થી રૂદ્ર સહેજ પણ વીચલીત થયો નહી , “ હા એ તો ઇશ્વર ની કૃપા છે . જે પક્ષી નો શીકાર કરવા ની ઇચ્છા કરુ તે સામેથી જ મારી જાળ મા ફસાવા તત્પર બને છે . ‘

“ તને સહેજ પણ સંકોચ થતો નથી ? “

“ સહેજ પણ નહી . એ મારી આવડત છે તેનુ પ્રદર્શન તો હુ અવશ્ય કરીશ . જેવી રીતે સ્ત્રી તેના રૂપ થી પુરુષ ને પ્રભાવીત કરવાનો યત્ન કરે છે તે જ રીતે હુ મારા વ્યક્તિત્વ થી સ્ત્રીઓ ને પ્રભાવીત કરુ છુ . “

કાવ્યા રૂદ્ર ને જોઈ રાહી , તેને વિશ્વાસ ન હતો કે આ તેજ માણસ જે મીત્ર માટે કઈ પણ કરવા તત્પર રહેતો . તે આવેશ મા બોલી , “ તારી તુલના અમારી સાથે ના કર . અમે કોઈ ને હેરાન કરવા માટે પ્રદર્શન કરતા નથી . તારુ વ્યક્તેત્વ ધુળ થી વધુ નથી . ધુળ પણ કઈંક કામમા આવે છે . તુ તો તેમાંથી પણ ગયો . “

“ તમે મારા પર કાદવ ઉછાલવામા સહેજ પણ કચાશ રાખી નથી . હવે જો તમારી ઇચ્છા પુર્ણ થઈ તો હુ જઈ શકુ ? “

“ સહેજ તો શરમ કર ? આટલુ મે કોઈ અન્ય વ્યક્તી ને કહ્યુ હોય તો તેણે આત્મહત્યા કરવા સીવાય બીજો કોઈ વિકલ્પ પસન્દ કર્યો ન હોય . પણ તને કશો જ ફરક પડતો નથી . “

મને શા માટે ફરક પડે ? મને મારા કરેલ કાર્યો પર પુર્ણ વિશ્વાસ છે . મે કશુ ખોટુ કર્યુ નથી . અને તેની સાબીતી મારે તમને આપવી નથી . “

“ તે કશુ ખોટુ કર્યુ નથી ? પાંચ જીવ ને તે આઘાત પહોંચાડ્યો છે . કરણ અને અંજલી ના પ્રેમ નો તે વિધ્વંસ કર્યો છે . તને શુ લાગે છે તેઓ એકબીજા ને ફરી ક્યારેય એ જ રીતે ચાહશે ? પુજા અને સૌમ્ય ને એકબીજા થી અલગ કર્યા અને ત્તેમના જીવન મા પણ ધુળ નાખી . અને સૌમ્ય ના કારણે તેની અસર મારા પર થઈ છે . તો આ બધુ સારુ કર્યુ એવુ લાગે છે . અમે કદાચ તને માફ કરશુ પરંતુ ઇશ્વર તને બરાબર સજા આપશે . “

“ તમારે કારણ જાણવુ છે એ હુ તમને કહીશ નહી , અને બીજુ કઈ તમને ગળે ઉતરશે નહી . તો પછી શા માટે નાહક ના તમારી જાત ને તકલીફ આપો છો . મને આશા છે કે તમે મને મારી ભુલ સમજાવવા આવ્યા છો . જાણ બહાર કોઈ કાર્ય થયુ હોય તેને ભુલ કહેવાય . મે તો બધુ જાણી જોઈને બધુ કર્યુ છે . તમે મને કઇપણ કહેશો તેની મારા પર કોઈ અસર થશે નહી . તો શા માટે તમારો અને મારો સમય બગાડો છો .

કાવ્યા ને બે તમાચા લગાવવાની ઇચ્છા થઈ . તેણે તેની જાત ને મહાપ્રયત્ને અટકાવી , “ હા હુ તને તારી ભુલ સમજાવવા આવી હતી , તારા મા થોડુ પરિવર્તન આવે અને તુ ફરી બધા સાથે મળી ને રહી શકે . પરંતુ માણસ ને ભુલ સમજાવી શકાય તારા જેવા પ્રાણી ને ભુલ સમજાવી શકાય નહી . તારી વિકૃતી એ સૌમ્ય ને ઘણી તકલીફ પહોંચાડી છે પરંતુ હવે એવુ કશુ બનશે નહી . તારો સામનો કરવા માટે સૌમ્ય ની આગળ હુ હોઇશ . હવે જો સૌમ્ય ને તારા કારણે કોઈ પણ તકલીફ થઈ તો તારી બધી આવડત લગાવીને પણ તુ મને રોકી નહી શકે . “

“ ચેતવણી માટે આભાર . હવેથી હુ ધ્યાન રાખીશ . ચાલો પછી ક્યારેક ભાગ્યમા હશે તો મળશુ . “ રૂદ્ર ત્યાંથી જતો રહ્યો .

કાવ્યા ના માથા મા ક્રોધ ના ધડાકા ફુટી રહ્યા હતા . તેને રૂદ્ર ને નીચો બતાવવા માટે ના દરેક પ્રયત્ન કર્યા હતા . તેણે કટુતા દાખવવા માટે સૌથી વધુ કઠોર ભાષા નો પ્રયોગ કર્યો હતો . જિહ્વા ને તેણે વિષ થી ભરપુર રાખી પ્રત્યેક શબ્દ તે વિષ મા જબોળી ને બોલ્યા હતા . રૂદ્ર ને અસર કરનાર દરેક વાત તેણે કહી હતી . તેની પાસે રૂદ્ર ને દુઃખી કરવા માટે ના જેટલા પત્તા હતા તે બધા તેણે ફેંક્યા હતા છતા રૂદ્ર પર તેની કશી જ અસર થઈ ન હતી . તે જે નિર્ભીક્તા થી આવ્યો હતો તે જ નિર્ભીક્તા થી પરત ફર્યો હતો . તેની અભીમાન થી ચાલવા ની અદાથી કાવ્યા ને વધુ ખુન્નસ ચડ્યુ હતુ . તે રૂદ્ર ના અભીમાન ને તોડવા આવી હતી પરંતુ રૂદ્ર એ તેની કોઈ વાત ની સહેજ પણ અસર થઈ નહી . રૂદ્ર ની શાંતી એ જ કાવ્યા ના અભીમાન નુ મારણ કર્યુ હતુ .

કાવ્યા હતાશ થઈ હતી , તેની ગણતરી ખોટી પુરવાર થઈ હતી . તે રૂદ્ર ને પોતાની જાતને તીરસ્કારતો બનાવવા માંગતી હતી . પરંતુ તે હારી હતી . રૂદ્ર સામે વીજય ની દરેક આશા નો રૂદ્રની અનેષ્ણા એ અંત આણ્યો હતો . જ્યારે કોઈ ને ચોટ પહોંચાડવા માટે કહેલા વાક્યો સામે ની વ્યક્તી ને કોઈ જ અસર કરે નહી ત્યારે સર્જાતી અજંપાભરી સ્થીતી નો કાવ્યા સામનો કરી રહી હતી .

તેણે ઉઠી ને ફરી કરણ ના ઘર તરફ પ્રયાણ આદર્યુ . છેલ્લે તેની પાસે એક જ આશા હતી કે હાલ ભલે રૂદ્ર તેની ભુલો થી ભાગવાનો પ્રયત્ન કરે પણ તૃષા ના વિવાહ બાદ તેની પાસે પછતાવો કરવા માટે સંપુર્ણ જીવન રહેશે . કદાચ તેના અપરાદો ના પ્રાયશ્ચીત માટે તે પણ ટુંકુ પડશે . ત્યારે તેની દરેક ભુલ તેને સમજાશે . તેની પાછળ મગજ ખરાબ કરવામા કોઈ સમજદારી નથી .