સંબંધો ની આરપાર ..... - પેજ - ૧૫

(50)
  • 3.5k
  • 4
  • 2.1k

  પેજ નં.૧૪ થી આગળ....અંજલિ અને પ્રયાગ બન્ને ઝુલા પર થી ઉભા થયા અને ઘર માં આવ્યા.....!! *******  હવે આગળ  ************અંજલિ અને પ્રયાગ બન્ને પોત પોતાના રૂમમાં જવાની તૈયારી કરતા હતા . પ્રયાગે એના રૂમમાં જતા પહેલા ફરીથી અંજલિ ને પગે લાગ્યો. અને પછી તેના રૂમમાં ગયો.અંજલિ તેના રૂમ માં જતા પહેલા થોડીક વાર ડ્રોઈંગરૂમમાં સોફા પર બેઠી ....   અને  પ્રયાગ ના આજના સવાલો ને ફરી ફરી ને સમજવા પ્રયત્ન કરી રહી હતી. પ્રયાગ હવે મોટો થવા લાગ્યો છે.. .પણ એનાં મન માં જે સવાલો હતા...એ શું યોગ્ય હતા ?અને...એના મન મા જે સવાલો ના જવાબો મે આપ્યા..તે બરાબર હતા ? નાના....બિલકુલ નહિ.