મેરીગોલ્ડ

(62.3k)
  • 3.4k
  • 1.3k

ફેબ્રુઆરી ૧૯ યંગિસ્તાન વાર્તા સ્પર્ધા,મેરીગોલ્ડમેરીગોલ્ડ નામની હોટેલમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા હરિનો આજે દિવસ જ ખરાબ હતો, આમ તો બધા જ દિવસો ખરાબ હતા, ખાસ કરીને આ મેરીગોલ્ડ માં વિતાવેલ દિવસો, પણ આજનો સૌથી વધારે ખરાબ હતો. આજે એની હોટેલમાં એક મોટા વેપારીની દીકરીના જનમદીનનો પ્રસંગ રખાયો હતો અને સતત ત્રણ દિવસથી એ કાર્યક્રમની બધી જવાબદારી હરિના શીરે હતી. કહેવામાં તો એ આસિસ્ટન્ટ મેનેજર હતો પણ મેનેજરથી લઈને જરૂર પડે ડ્રાઇવર કે રસોઈયો બનીને પણ એ સેવા આપતો. આ જે એક્સ્ટ્રા કામ પહોંચતું એમાં વધારે જવાબદાર એનો સ્વભાવ જ હતો, કોઈને “ના" કહેવાનું એને આવડતું જ નહતું! આ હોટલના માલિક,