નક્ષત્ર (પ્રકરણ 26)

(163)
  • 3k
  • 7
  • 1.4k

અમારી તરફ આવતી એ કાળી સ્કોર્પીઓમાં કોઈ મદદ કરનાર મળી રહેશે. મને આશા હતી પણ મારી બાકીની આશાઓ જેમ એ પણ ઠગારી નીકળી. એ કાળી સ્કોર્પીઓમાં અમારી નહી પણ સામે પક્ષની મદદ કરનાર હતા. એ કાર ત્યાજ થોડેક દુર પુલ ઓફ થઇ પણ એમાંથી ઉતરીને કોઈ બહાર ન આવ્યું. હું સમજી ગઈ કે એ ડોક્ટર અને એના માણસોની જ કાર હતી. હજુ આ બધા ડોકટરના જ માણસો હતા કે એનાથી એ ઉપર કોઈ હતું એ મને ખયાલ ન હતો. એ મહત્વનું પણ ન હતું. સામે જે ચહેરો હોય તે પણ બાજી એમના હાથમાં હતી એ નક્કી હતું. એ કાળી કાર