ગુમાવવાનું ગણિત અને મેળવવાની મોજ

  • 3k
  • 1
  • 822

માણસ ગુમાવવાનું ગણિત માંડવાનું છોડી દે તો જ એ કશુંક મેળવેલાનો આનંદ માળી શકે છે.આપણે 10% ગુમાવેલી વસ્તુ, સંબંધ કે પ્રેમ માટે મેળવેલી 90% બાબત નો આનંદ લઈ શકતાં નથી.આમ તો ગુમાવેલાની વ્યાખ્યા શું ? જે ન હોય ત્યારે દુખ ની,અપરાધની કે કશુંક ઘટતું હોય એવી લાગણી અનુભવાય એને કદાચ ગુમાવેલું કહેવાય બાકી આવું કશું ન થાય અને મનને શાંતિ મળતી લાગે,હાશકારો લાગે તો માનવું કે એ ગુમાવ્યું નથી પરંતુ એમાંથી છૂટકારો થયો છે.આપણે બધાંને ખરેખર છૂટકારો થયો હોય એને ગુમાવેલું છે એમ માંની અફસોસ અને નિસાસા નાંખવાની ટેવ પડી ગઈ છે.સંબંધો માં બારીકાઈથી જોઈએ તો મોટેભાગે છૂટકારો જ મળતો