કોઝી કોર્નર - 18

(115)
  • 4k
  • 7
  • 1.8k

 વહેલી સવારે છ વાગ્યે પક્ષીઓનો કલબલાટ થવા લાગ્યો. ચોમાસુ હોવાથી,મંદિરમાં ખાસ શ્રદ્ધાળુઓ નહોતા.વહેલા જે આરતી થતી એમાં અમે કોઈ સામેલ થયા નહોતા. કારણ કે આગલી રાત્રે જે ધમાલ થઈ હતી એને કારણે અમે લોકો મોડે સુધી જાગ્યા હતા.અમારા હાથમાં આવી ચડેલા ગટોર અને ભીમો, વાલમસિંહને કારણે છટકી ગયા હતા.રાતના અંધારામાં ખૂબ શોધવા છતાં એ લોકો અમારા હાથમાં આવ્યા નહોતા. અચાનક ઉતારાનું જે મકાન હતું એના બાથરૂમમાં ગયેલા અમારા બે કોઝીવાળા છોકરાઓએ રાડ પાડી." અલ્યા...દોડજો....જલ્દી બધા નીચે આવો.....""એ...સમીરિયા....એ..બિટીયા....અલ્યા જલ્દી નીચે આવો....એ.....ઇ..તારી જાતના...@#$...મારતો નહીં હો....અલ્યા..દોડો... બધા..."  અમારા એ દોસ્તોના બુમ બરાડા સાંભળીને અમે સૌ સફાળા જાગ્યા.અમારી સિવાય બીજા જે લોકો તુલસીશ્યામ દર્શન કરવા