વરસાદ પણ માણસ બની ગયો...!

  • 3.4k
  • 3
  • 544

વરસાદ પણ માણસ બની ગયો...! શેણી વગર ઝૂરતા વિજાણંદનો ઈતિહાસ આપણી પાસે છે, રોમિયો વગર મૂંઝાતી જુલિયેટનો ઈતિહાસ છે, ને લયલા વગર પાગલ થયેલાં મજનુંનો પણ ઈતિહાસ છે. ( હવે એમ નહિ પૂછતાં કે, આ બધાં કોણ છે...? ) પઅઅણ પાણી વગર કકળાટ કરતી પબ્લીકની અત્યારે આવી હાલત છે, એ પાક્કું..! પુરાણોમાં દાનવોના ત્રાસથી જેમ દેવો ત્રાહિમામ થયેલાં, એમ અત્યારે પાણીના ત્રાસથી પબ્લિક ત્રાહિમામ થઇ..! પબ્લિક પાણી..પાણી...પાણી કરે દાદૂ..! માટલાંઓ કોરાંકટ છે, ટાંકાઓ ખાલી ખમ્મ છે. ક્યાં તો શાસનના દરવાજા ઠોકે છે, ક્યાં તો ધરતીના પેટાળ ઘોંચે છે. એક જ દાખલો આપું. પરમ દિવસે, દાઢી કરાવવા ગયો