ફરીફરી

(12)
  • 2.7k
  • 4
  • 779

ફરી- @ રવીન્દ્ર પારેખ‘ભાઈ,તું હવે આવે તો સારું.’‘પપ્પા,તમને કેમ એવું લાગે છે કે હું આવવા નથી માંગતો?મનેય મન છે કે આવું,પણ...’‘આ તારું ‘પણ...’ મારી નાખશે,મને, એક દિવસ...!’‘ને તમારી જીદ, મને...!’એક આછું ડૂસકું સંભળાયું ને ફોન કટ થઇ ગયો.લક્ષ્મીકાંતે રિસીવર સામે કડવું હસીને જોયું,કેમ જાણે ડૂસકું એમાંથી વહી આવવાનું હોય! થોડીવાર સુધી એમાંથી કંઈ ન નીકળ્યું એટલે રિસીવર ક્રેડિલ પર મૂકી તેઓ સવિતા તરફ આવ્યા.સવિતાએ પરિચિત હાસ્ય સાથે લક્ષ્મીકાંત તરફ જોયું.’નથી આવવાનોને?રોજ એનું માથું શું કામ ખાતા હશો! એ નથી જ આવવાનો આપણે હોઈએ ત્યાં સુધી-’’સારું.તું હવે તારી રેકોર્ડ ના વગાડીશ ફરી- ‘સવિતાએ ફોતરાં કોથળીમાં ભરીને દાણાપર ફૂંક મારી.એક બે ફોતરાં ઊડી ગયાં ને ઘૂંટણ પર હાથ