અજવાળાંનો ઓટોગ્રાફ - 34

(26)
  • 4.4k
  • 1.1k

રોજ સવારે સ્કુલબસ આવે અને દીકરી નિશાળે જાય ત્યારે સતત એવું લાગ્યા કરે કે રોજની આ પળો દીકરીને આવજો કહેવાની આપણને ટેવ પાડી રહી છે. દીકરીઓને ક્યારેય ગુડબાય ન કહેવાનું હોય, એમને તો આવજો જ કહેવાય. કારણકે ‘આવજો’માં ‘ફરી મારા ઘરે આવજો’ એવો અર્થ છુપાયેલો છે. દીકરો હોય કે દીકરી, કોઈપણ સંતાન જ્યારે ઘરની બહાર પગ મૂકે છે એ ક્ષણે આપણને રીયલાઈઝ થાય છે કે ઘરનો ખાલીપો કેટલા ‘હાઈ વોલ્યુમ’ પર વાગવા માંડ્યો છે ! જે સંતાન માટે આખી જિંદગી કમાયા હોઈએ, એ સંતાન પોતે કમાઈ શકે એ હેતુથી જ્યારે ઘરની બહાર પગ મૂકે છે ત્યારે એક પોર્ટેબલ ઘર ખરીદી લેવાની ઈચ્છા થઈ જાય છે.