સાહસ નો સાથ

(26)
  • 4.3k
  • 6
  • 1.2k

કાજલ રોજ આમજ કોઈ ને કોઈ મોટીવેશનલ કવિતા સાંભળતી અથવા વાંચતી.થોડુંક સાહસ ભેગું કરવાનું વિચારતી. પછી જ college થી ઘરે જવા નીકળતી. આમ છેલ્લા એકાદ મહીના થી બની રહ્યું હતું. કૈંક તો એવી વાત હતી જે એ લોકો થી છુપાવી રહી હતી અને મન માં ને મન માં ગભરાઈ રહી હતી. સતત કોઈ વિચારો માં ડૂબી રહેતી. “આજે તો હું જરા પણ નહીં ડરું, હું શું કામ ડરું? હું તો કઈ જ ખોટું નથી કરી રહી. અમિતાભ બચ્ચને પણ કહ્યું ને એમ એ ચાલતા ચાલતા મનોમન બબડી રહી હતી.