એક અધુરી કહાની

(30)
  • 3.5k
  • 3
  • 962

રવિવાર ની સાંજે રવિશંકર રાવલ આર્ટ ગેલેરી માં અમદાવાદનાં ખૂબ જ પ્રતિષ્ઠિત ચિત્રકાર ના પેઈન્ટીંગ્સ નું એક્ઝીબીશન હતું પરંતુ લોકોમાં ઈન્તેજારી જળવાઈ રહે તે માટે હજુ ચિત્રકાર કોણ છે એ જાહેર કરાયું નહોતું ફક્ત અમદાવાદ ના છે એટલું જ ડીકલેર કરાયેલું હતું. સાંજના છ વાગ્યા હોવાથી કલા રસિકોની થોડી ભીડ પણ હતી. લોકો શાંતી થી પેઈન્ટીંગ્સ જોઈને કલાને માણી રહ્યા હતા લગભગ પીન ડ્રોપ સાઈલન્સ હતું ને એટલામાં એક મોબાઈલ રણક્યો એનો રીંગટોન એટલો મોટો હતો કે હાજર તમામનું ધ્યાન તરત જ એ તરફ ગયું, “ હમ દિલ દે ચૂકે સનમ તેરે હો ગયે હૈ હમ તેરી કસમ