"સ્પીકટાઇમ ~ જયદેવ પુરોહિત"~ ~ ~ ~ ~ ~ ~ ~?ધોની : જેનું મૌન પણ દુનિયાને ખૂંચે?ક્યારેક એવું પણ બને કે ચાહો "અંતિમ નિર્ણય" ને ત્યાં એક નવી શરૂઆત નીકળે, દુશ્મનનોના મોંઢેથી "ઓહહહ" અને મિત્રોના મુખેથી "વાહહ..." નીકળે.વર્લ્ડકપમાં હાર થઈ ને ધોની પર પ્રહાર થવા લાગ્યા હતાં. પોતપોતાના ઘરની ગરમ ખીચડી છોડી બધા ધોનીની નિવૃત્તિ ગરમ કરવા લાગ્યા. સલમાન ખાન લગ્ન કયારે કરશે એ સવાલ પણ ફિક્કો લાગે એ રીતે ધોની પર આક્રમણ થયું. છેલ્લી વનડે સિરીઝમાં એ મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો એ ટીકાકારો કેમ ભૂલી ગયા? અણીદાર પ્રહારો કરવામાંથી નવરાશ મળે અને તર્ક કરવાની ફુરસદ મળે