ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 19

(193)
  • 11.5k
  • 7
  • 6k

હમણાં કેટલાંક સમયથી સવારે વહેલાં ઊઠવાનું શરૂ કર્યું છે. જિંદગીના છ દાયકાઓ નિશાચરની જેમ વિતાવ્યા પછી હવે બ્રહ્મજ્ઞાન લાધ્યું છે. આજે પણ પાંચ વાગે જાગી ગયો. અડધો કલાક મેડીટેશન કર્યું. બે માળા ફેરવી. મંત્રજાપ કર્યો. અત્યાર સુધી આવા બધામાં હું માનતો ન હતો પણ હવે અનુભવથી સમજાયું છે કે ઇશ્વર ચિંતન માટે આવા બાહ્યાચારો પણ સહાયક બને છે. મનની અંદર જામેલો દુર્વિચારોનો કચરો આવું કરવાથી ધીમે ધીમે દૂર થતો જાય છે.