મન મોહના - ૫

(121)
  • 3.3k
  • 9
  • 2k

મેદાન પરની દોડ પૂરી થતાં જ બધા કલાસની અંદર દોડતા ગયેલા અને પછી લાગ જોઈને ભરત મોહનાની સહેલી સાધના પાસે જઈને વાતો કરવાં લાગેલો, જોડે મનને પણ ખેંચીને લઇ ગયેલો, સાધના પાસે જઈને ભરતે કહેલું, “બધી છોકરીઓમાં મોહના અને છોકરાઓમાં મન જ સૌથી વધારે ફાસ્ટ દોડ્યા, હેને?”એજ વખતે મોહનાએ એક નજર મારી તરફ નાખેલી અને હું શરમથી નજર નીચે ઝુકાવી ગયેલો... ભરતે મને પેટમાં ખૂણી મારી ધીરેથી યાદ કરાવેલું ...માચો! ત્યાં જ વચમાં નિમેશ કૂદી પડેલો,“માચો..? કોણ? હાહાહા...! આજની રેસ તો હું જ જીતવાનો હતો એતો વચમાં આ ભરતાએ મને પાડી દીધો. બાકી હું તો જો ચિત્તા જોડે રેસ લગાઉ