પપ્પા ની બેગ

(21)
  • 3k
  • 3
  • 864

કોલેજ માંથી પાસ થઈને નીકળી પપ્પા એક બેગ લઈને રોજ સવારે નીકળી જતાં તે સાંજે આવતાં... કાળા રંગની એ બેગ માં બે ખાના હતાં. એ બેગ પપ્પા નાં જીવનનો અમુલ્ય હિસ્સો હતી.પોતાની ઉંમર નાં ઘણાં વર્ષો પપ્પાએ એ બેગ સાથે જ વિતાવ્યા હતાં. સાચું કહું તો પપ્પા સાથે જો કોઈ વધારે રહયું હોય તો એ બેગ જ હતી... એકદમ વહેલી સવારે પોતાનાં ખભે બેગ લટકાવી પપ્પા કયાંક જતાં રહેતાં...અમે ઊઠી ને જોઈએ અને ટેબલ પર બેગ ન દેખાય એટલે સમજી જઈએ કે પપ્પા ઘરમાં નથી. પપ્પા ઘરમાં છે કે નહીં એ જો જાણવું હોય તો પપ્પાની બેગ ને