ધરતીનું ઋણ - 9 - 1

(38)
  • 2.4k
  • 9
  • 988

ધમાલમાં ને ધમાલમાં સાંજ પડવા આવી હતી. કરાંચીના આકાશમાં વાદળ છવાયેલાં હતાં. પ્રલયની વેગન-આર પૂરી રફતારથી કરાંચીના લીઆરી એક્સપ્રેસ હાઇવે પર દોડી રહી હતી. તેનો પીછો કરતી પોલીસની ગાડીઓ પણ સાયરનના અવાજ ગુંજાવતી પાછળ આવી રહી હતી. ઇન્સ્પેક્ટર આફ્રિદીની બાઝ નજર આગળ જઇ રહેલી કાર પર આબાદ ચોંટી હતી. હાઇવે પૂરો વિદ્યુત રોશનીથી ઝળહળતો હતો. બંને દિશાએ આધુનિક ઢબની ઊંચી અને ખૂબસૂરત બિલ્ડિંગનો લાંબી હારમાળા પસાર થતી હતી. સડક પર ટેક્સી, મોટર તથા અન્ય વાહનોની બંને તરફ લાંબી કતારો દોડી રહી હતી.