ધરતીનું ઋણ - 10 - 2

(30)
  • 2.1k
  • 1
  • 906

ઘર એટલે તેઓનું માટીના ચણતરવાળું કાચા નળિયાની છતવાળું ઝૂંપડું હતુ. ઘર બહાર ઢાળિયામાં ખાટલો નાખીને તે બેભાન વ્યકિતના દેહને સુવડાવ્યો. આમીરની માએ ગરમ પાણી કર્યું અને આમીર માથા પર ચડેલી કીડીઓ સાફ કરીને ગરમ પાણીથી તેનો ‘ઘા’ સાફ કરવા લાગ્યો અને ડોસો પાસમાં રહેતા એક વૈધને તેડવા લાગ્યો. અને ચોવીલ કલાકની સતત લગન સાથે કરેલી સેવાથી અને વૈધના ઉપચારથી તે વ્યકિત ભાનમાં આવી. પણ તેના શરીરમાં ખૂબ જ નબળાઇ હતી. તેથી બે દિવસ તે ખાટલામા જ પડ્યો રહ્યો.