જાણે-અજાણે (17)

(66)
  • 4.5k
  • 6
  • 2.8k

ગામનાં સરપંચ અને કહેવામા મોટું માથું એવા વ્યક્તિ રઘુવીર. પાક્કી દિવાલો વાળું ઘર . સ્વભાવે તે કડક અને સીધી મુદ્દાની વાત કરવા વાળા માણસ. પણ નાના છોકરાઓ અને જુવાનીયાઓ સાથે તેમનાં ઉંમર હીસાબે વર્તે. એટલે લોકપ્રિય ઘણાં. દૂરનું વિચારીને નિર્ણય કરતાં એટલે કશું કહી ના શકાય તેમનાં કોઈપણ નિર્ણય વિશે. અનંત, માંજી અને બાકી બધાં રઘુવીર કાકા જોડે પહોચ્યા. "રઘુવીર.... ઓ રઘુવીર...." માંજીએ બુમ પાડી. ઘરમાંથી એક પ્રભાવશાળી પુરુષ જાણે બહાર નીકળતા હોય તેમ જણાય રહ્યું હતું. શું થયું?.. તમે બધા એકસાથે અહીં? " રઘુવીરે આતુરતાથી પુછ્યું.